સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

કાલાવાડ પંથકમાં માસાના ઘરે ગયા પછી રાત્રિના ચાલ્યા ગયા બાદ રાજકોટના પરપ્રાંતિય યુવાનની ૪ દિ' બાદ વાડીમાંથી લાશ મળી

જામનગરમાં ૫૬ હજારની ઘર ફોડીઃ પરિક્ષામાં કોપી કેસ કરવા બાબતે સિક્કાના વિદ્યાર્થીએ પ્રિન્સીપાલ સાથે ઝપાઝપી કરીઃ હંસ્થળ ગામના યુવાનનું શોકથી મોત

જામનગર, તા.૧૯: મઘ્યપ્રદેશના જાંબવા જિલ્લાના રાણપુર તાલુકાના બાળકુવા ગામે રહેતા દિલીપભાઈ તેરસિંગભાઈ ડામોર, ઉ.વ.૩૯ એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાજુભાઈ સુંદરભાઈ ડામોર, ઉ.વ.૧૯, રે. રાજકોટવાળો ગઈ તા.૧૪ના રોજ પોતાના માસાના ઘરે રાત્રીના સુતો હોય ત્યારે કોઈ પણ સમયે કોઈને કહ્યા વગર કયાક જતા રહેલ જેની શોધખોળ કરતા આજરોજ અરવિંદભાઈ નરશીભાઈ કમાણીની વાડીમાં મૃત હાલતમાં મળી આવેલ હોય જે રાજુભાઈનું મોત કોઈ અગમ્યકારણોસર થતા આ અંગે પી.એસ.આઈ. વાય.આર.જોશી તપાસ ચલાવી રહ્યા છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુકતાબેન કિશોરભાઈ દવે એ ફરીયાદ નોંધાવી છે કે, લીમડા લાઈન શેરી નં.૦૩, જામનગરમાં ફરીયાદી મુકતાબેનના ઘરમાં અજાણ્યા ચોર ઈસમે કોઈપણ રીતે અંદર પ્રવેશ કરી રોકડા રૂ.૪૧,૦૦૦/– તથા સોનાની બુટીની જોડી કિંમત રૂ.૧પ,૦૦૦/– મળી કુલ રૂ.પ૬,૦૦૦/– ના મુદામાલ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સિકકા પોલીસ  સ્ટેશનમાં મહાવીરસિંહ અખુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલીત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ફરીયાદી મહાવીરસિંહ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હોય અને હાલમાં એસ.વાય.બી.કોમ સેમ–૩ ની પરીક્ષા ચાલુ હોય જેનું બીઝનેશ કોમ્યુનીકેશન પેપર ચાલુ હોય અને આરોપી અક્ષય હસમુખભાઈ વાઘેલા, રે. સિકકાવાળો પેપર આપવા આવેલ હોય અને આરોપી અક્ષય પાછળ બેસેલ વિધાર્થી ના પેપર માંથી કોપી કરતો હોય જે કોપી કરવાનો ફરીયાદી મહાવીરસિંહએ ના પાડી અને આગળ ની બેંચ ઉપર બેસી પરીક્ષા આપવાનું કહેતા આરોપી અક્ષય એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી મહાવીરસિંહ સાથે ઉઘ્ધતા ભર્યુ વર્તન કરી નથી બેસવું થાય તે કરી લો તેમ કહી ફરીયાદી મહાવીરસિંહ એ ઉતરવાહી માંગતા નહીં આપી ને ધકકો મારી પછાડી દેતા ફરીયાદી મહાવીરસિંહ ઉભા થઈ પેપર લેવા જતા બીજીવાર ધકકો મારી પછાડી દઈ ઝપાઝપી કરી જેમફાવે તેમ બોલી ફરીયાદી મહાવીરસિંહને ડાબા હાથની આંગળી મા મુંઢ ઈજા કરી ફરીયાદી મહાવીરસિંહ ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

૮ બોટલ દારૂ ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જનકભાઈ નાગરભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તીરૂપતી પાર્ક–ર, યોગેશ્વરધામ સોસાયટી, કિષ્ના આરોપ્લાંટની સામેની ગલીમાં આરોપી હનીફભાઈ રૂસ્તમભાઈ મિર, મેકડોવેલ્સ–૧, સુપીર્યર વ્હીસ્કી ઓરીઝનલ  શીલબંધ કાચની બોટલ નંગ–૮, કિંમત રૂ.૪,૦૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન હાજર નહીં મળતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના હંસ્થળ ગામે રહેતા મજીદભાઈ અનવરભાઈ નોયડા, ઉ.વ.ર૪ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર બિલાલઅબ્બાસભાઈ હુશેનભાઈ મોરખ, ઉ.વ.ર૮, રે. હંસ્થળગામ વાળા રવેશીયા ગામે આવેલ સુલેમાનભાઈ સમાની વાડીએ નવા વીજ કનેકશન માટે ઈલેકટ્રીક થાંભલા પર જંપરનંુ કામ કરવા જતા બંધ વીજ તારમાં ઓચીંતા વીજળી ચાલુ થઈ જતા ઈલેકટ્રીક શોર્ટ લાગતા થાંભલા પરથી નીચે પડી જતા મૃત્યુ પામેલ છે.

મોટરસાયકલ ચોરાયાની રાવ

સીટી એ પોલીસ સ્ટેશનમાં ઉપેન્દ્રભાઈ પોપટભાઈ ટીમ્બડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મારૂતી નંદન સોસાયટી ગેઈટ બહાર, જામનગરમાં ફરીયાદી ઉપેન્દ્રભાઈ નું મોટરસાયકલ સુપર સ્પેલન્ડર જેના રજી.નં. જી.જે.૧૦–એ.કયુ–પ૬૩પ જેની કિંમત રૂ.૧૧,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ભણગોર ગામે જુગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેશભાઈ નથુભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, ભણગોર ગામે થી કબરકાં ડેમ જવાના કાચા રસ્તા પર વેજાણંદભાઈની વાડી પાસે આવેલ થાંભલાની લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં આરોપી વેજાણંદભાઈ નારણભાઈ ચાવડા, અજાભાઈ દુદાભાઈ રાતડીયા, ભીખુભાઈ અરજણભાઈ પાંડવ, સાગર લાખાભાઈ કનારા, ગોવિંદભાઈ પાલાભાઈ રાતડીયા, રે. ભણગોર વાળા ગંજીપતાના પાના વડે તીનપની રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૧૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:00 pm IST)