સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

પોરબંદરમાં ઓર્ગેનિક ખેતી અંગે જાગૃતિ સંદેશ સાથે મધ્યપ્રદેશથી સાયકલયાત્રામાં આવેલ બ્રીજેશભાઇનું સ્વાગત

કીર્તિમંદિરે પૂ. ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યાઃ ગ્રામ્ય વિસ્તારમાં દેશી ખેતી પધ્ધતિનો ઉપયોગ કરવા પ્લાસ્ટીક નહી વાપરવા માર્ગદર્શન આપશે

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : ઓર્ગેનીક ખેતીથી ફાયદા અને મહત્વ સમજાવવા મધ્યપ્રદેશના યુવાન બ્રિજેશભાઇ શર્મા મધ્યપ્રદેશથી સાયકલ દ્વારા પોરબંદર કીર્તિમંદિરે આવી પહોંચતા તેનું સ્વાગત કર્યુ હતુ. તેમણે પૂ. ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જઇ ઓર્ગેનિક ખેતી તેમજ પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા વગેરે પર્યાવરણનો મુદો જાગૃતિ સંદેશો આપશે.

મધ્યપ્રદેશનું યુવાન છેલ્લા બ્રીજેશમાં બે વર્ષથી ભારત દેશના અલગઅલગ રાજયોમાં સાયકલ યાત્રા ના પ્રવાસે નીકળ્યા અને ઠેર ઠેર યુવાન લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપી રહ્યો છે અને તે દિવસે ને દિવસે પર્યાવરણ પ્રદુષિત બની રહ્યું છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ કરવા માટે માહિતી આપી રહ્યો છે અને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવાનો પ્રયાસ હાથ ધરી રહ્યો છે ત્યારે આ યુવાન મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે આવી પહોંચેલ અને કીર્તિ મંદિર થી ગુજરાતના દરિયા પટ્ટી વિસ્તારનાં ગામડે ગામડે ખેડૂતોને ઓર્ગેનીક ખેતી થી થતા ફાયદા અંગે માર્ગદર્શન આપશે.

મધ્યપ્રદેશનો યુવાન સાત રાજયની સાયકલિંગ યાત્રા કરી ગાંધીભૂમિ ખાતે આવી પહોંચતા જિલ્લા ભાજપના અગ્રણી ભીમભાઈ ઓડેદરાએ પુષ્પા હાર અર્પણ કરી સન્માન કર્યું હતું. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળવાનો સંદેશ ઠેરઠેર પાઠવ્યો હતો. મધ્ય પ્રદેશમાં આવેલ મુરેનાનો વતની અને બ્રિજેશ શર્મા નામનો યુવાન દેશભરમાં સાયકલિંગ યાત્રાએ નીકળ્યો છે. આ યુવાન આખા ભારત દેશમાં સાયકલ યાત્રા પર નીકળેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક, ઓર્ગેનિક ફાર્મિંગ, અને પ્રદૂષણ નિવારણ માટે ઠેરઠેર લોકોને માર્ગદર્શન આપી રહેલ છે આ યુવાને ગાંધીનગર થી બે વર્ષ પહેલા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અને બે વર્ષના લાંબા સમયગાળા દરમિયાન દેશભરના સાત રાજયોનો પ્રવાસ કર્યો છે. ત્રણ જોડ કપડા અને સુવા ઓઢવા માટેની ચાદર સહિતની માત્ર જરૂરી વસ્તુઓ સાથે લઈને આ યુવાન પ્રદૂષણ મુકત ભારત બને તેવા આશયથી સાયકલ યાત્રા પર નીકળ્યો છે. સાત રાજયના ૧૦૫ મોટા શહેરો અને સાડા પાંચ હજાર જેટલા ગામડાઓનો પ્રવાસ કર્યો છે. આ યુવાને શાળાના લાખો વિદ્યાર્થીઓને પ્રદૂષણ મુકત ભારત બને તે અંગે માર્ગદર્શન આપ્યું છે. એક મહિના સુધી કોસ્ટલ વિસ્તારનો પ્રવાસ કરી ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ અંગે માર્ગદર્શન આપશે. આ યુવાન મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે પહોંચ્યો હતો. અને પૂજય બાપુના જન્મ સ્થળે શ્રદ્ઘા સુમન પાઠવ્યા હતા.

પુનઃ ધરતી પુત્રો રાસાયણિક ખેતી ને બદલે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. જે ધરતી પુત્રએ ઓર્ગેનિક ખેતીનો પ્રયોગ પોતાના ખેતર કે વાડીમાં કર્યો છે. તેમને લાભ પણ સારી મળ્યો અનાજ શાભાજી, કપાસ કઠોળ વિગેરે ના ઉતારા સારા મળે છે. અને આ ઉત્પાદન થી ફાયદો એ પણ થાય છે. કે તેલિયા પદાર્થ કે માંડવી વિગેરે માં તેલ નું પ્રમાંણ અને કોટન અનાજ વિગેરે માં પણ ઉતારો સારો આવે છે અને મિઠ્ઠાસ રહે છે જેનાથી પ્રેરાય ભારત નો કિસાન ( ધરતી પુત્ર) ઓર્ગેનિક ખેતીના ફાયદા જાણી અને પુન : ધરતી પુત્ર ઓર્ગેનિક કરતા થાય તેમાટે સાઇકલ પ્રવાસ પર મધ્યપ્રદેશ ના યુવા ધરતી પુત્ર બ્રિજેશભાઇ શર્મા સાઇકલ પ્રવાસ કરતા કરતા અને ઓર્ગેનિક ખેતી નો પ્રચાર કરતા  ગુજરાત ની મુલાકાત એ આવતા પોરબંદર ની મુલાકાતે આવતા જીલ્લા નાં ખેડૂતો ને સંદેશો આપવા અથવા પહોચચાડવા આવેલ આ યુવાને પોરબંદર કીર્તિ મંદિર રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધી ના જન્મ સ્થાન તથા કીર્તિ મંદિર મુલાકાતે આવતા સ્વાગત કરેલ હતું.  

(12:42 pm IST)