સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

મોરબીમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, માવઠાથી ખેડૂતો ચિંતિત.

હળવદના રણકાંઠા વિસ્તારમાં તેમજ માળિયા પંથકના અનેક ગામડાઓમાં વરસાદ

મોરબી :રાજ્યના હવામાન વિભાગે શુક્રવારથી ત્રણ દિવસ વરસાદની આગાહી આપી હતી જે મુજબ શુક્રવારે રાત્રીથી જ મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવાર બાદ સાંજના સુમારે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો
  રવિવારે વહેલી સવારે મોરબી શહેર અને જીલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ રવિવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હવામાનમાં આવેલ પલટો બાદ સાંજના સુમારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો તે પૂર્વે હળવદના રણકાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તેમજ માળિયા પંથકના અનેક ગામડાઓમાં બપોરે વરસાદ વરસ્યો હતો કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તૈયાર પાકને નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે

(6:19 pm IST)