સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

માળિયાના મંદરકી ગામે વાડીએથી પરત ફરતી મહિલા પર વીજળી પડતા મોત

સાસુ અને વહુ વાડિએ થી ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે સાસુ સવિતાબેન ઉપર વીજળી પડતા મોત :સરપંચ ભીમાભાઇના ભાભીનું ઘટનાસ્થળ પર મોત

મોરબી :માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડી હતી સવિતાબેન હરિભાઈ અગેચાણીયા વાડીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો

વરસાદ ચાલુ થતાં સાસુ અને વહુ વાડિએ થી ઘર તરફ પરત ફરી રહ્યા હતા સાસુ સવિતાબેન ઉપર વીજળી પડતા સવિતાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું

  વીજળી પડતાની સાથે ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા કે જે વીજળી પડી હતી તે સવિતાબેન મંદરકીગામના સરપંચ ભીમાભાઇના ભાભીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું ત્યારે સવિતાબેન બોડીને લઇને માળીયા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા

(6:17 pm IST)