સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th September 2020

મોરબી તાલુકા ભાજપ દ્વારા પીએમના જન્મદિનની ઉજવણી

મોરબી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી તાલુકા ભાજપ ટીમ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાઘપર ગામે વૃક્ષારોપણ કરાયું હતું. ભડિયાદ મુકામે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા અભિયાન અને પ્રધાનમંત્રી વીમા યોજના કેમ્પનું આયોજન કરાયું હતું જે પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને યુવા ભાજપ અગ્રણી અજયભાઈ લોરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વીમા કેમ્પની તસ્વીર.

(11:38 am IST)