સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

ભુચરમોરીમાં ૫ હજાર યુવકોની તલવારબાજીનો વર્લ્‍ડ રેકોર્ડ સર્જાયો

કેન્‍દ્રીય મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવત, પ્રદિપસિંહ વાઘેલા, કિર્તીસિંહ વાઘેલા, હકુભા જાડેજા, જયેન્‍દ્રસિંહ જાડેજા સહિતનાએ શહિદોને શ્રધ્‍ધાંજલિ અર્પી

ધ્રોલ તા. ૧૮ : ધ્રોલના ભૂચર મોરી ખાતે આજે ૫ હજાર યુવકોએ કરેલી તલવારબાજીથી વર્લ્‍ડ રેકોર્ડ સર્જાયો છે. આ તકે કેન્‍દ્રીય મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવત અને પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ વાઘેલા, હકુભા જાડેજા, જયેન્‍દ્રસિંહ જાડેજાએ શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.
ધ્રોલની ઐતિહાસીક ભુચર મોરી યુધ્‍ધ ભુમિ ખાતે ૫ હજાર યુવાનો તલવારબાજી કરીને બનાવ્‍યો વલ્‍ડ રેકોર્ડ અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા શિતળા સાતમના દિવસે શહીદોને શ્રધ્‍ધાંજલી આપવા અનોખો કાર્યક્રમ યોજાયો.
ભુચર મોરી ખાતે આ વર્ષે વર્લ્‍ડ રેકોર્ડ બનાવવા માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંધ અને ભુચરમોરી શહીદ સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા શહીદ ૩૧માં શ્રધ્‍ધાંજલી સમારોહ નિમિતે શિતળા સાતમના દિવસે ૫ હજાર રાજપુત યુવાનો આ ભુમિ ઉપર તલાવાબાજી કરીને વર્લ્‍ડ રેકોર્ડ કર્યો.
ધ્રોલ નજીક આવેલ ઐતિહાસીક યુધ્‍ધ મેદાન ભુચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મ માટેના યુધ્‍ધ દરમ્‍યાન રાજપુત સહીત અનેક જ્ઞાતિઓના વીરો શહીદી વોરી લીધી હતી અને અકબરની સેના સામે ખેલાયેલા મહા યુધ્‍ધ દરમ્‍યાન લોહીયાળ ખેલાયેલા આ યુધ્‍ધ જંગ એટલે શીતળા સાતમના દિવસે હાલાર પંથકના રાજપુત સમાજ દ્વારા શ્રધ્‍ધાજંલી આપવામાં આવે છે તેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ધ્રોલ ભુચર મોરી શહીદ સ્‍મારક સમિતિ અને અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે ત્‍યારે આ વર્ષે ૩૧મી શ્રધ્‍ધાજંલી કાર્યક્રમની અનોખી ઉજવણી માટે સમગ્ર ગુજરાતના ૫ હજાર રાજપુત યુવાનો સંગઠીત થઈને તલવાર રાસ કરીને આ ભુમિ ઉપરથી વર્લ્‍ડ રેકોર્ડ કર્યો છે.જામનગર જીલ્લાના ધ્રોલના ઐતિહાસીક યુધ્‍ધ મેદાન ભુચર મોરી ખાતે આજરોજ ૩૧માં ભુચર મોરી શ્રધ્‍ધાંજલી સમારોહ દરમિયાન સવારે નવા પાળીયાઓની પ્રતિષ્ઠા યજ્ઞ કરીને જેમા (૧) શહીદ વીર મોખડાજી ગોહીલ, (ર) વીર હમીરજી ગોહીલ (૩) વીર ઠાકરો રાયસિંહ (ચુડા), વીર રાજમલજી સુરાજી પરમાર (૫) વીર અનુપસિંહ સોલંકી (બાલાગામ),(૬) વીર હમીરજી જાડેજા (પડાણા), (૭) વીર રાયસંગજી ડાડા (ધ્રાફા), (૮) વીર દેશળજી ડાડા (ધ્રાફા)ના પાળીયાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસીક સમારોહ ખાતે તલવારબાજી બાદ બપોરે અશ્વ દોડ સ્‍પર્ધા રાખવામાં આવી હતી આ કાર્યક્રમના દાતાઓમાં ઉધોગપતિ કરણસિંહ ઝાલા, કાર્યક્રમના સહાયક દાતા નટુભા પી. જાડેજા (શીવલખા પરીવાર) કાર્યક્રમના મદદનીશ દાતા અણદુભા ઝાલા (ભેસણા, મહેસાણા), મુળ દુધરેજ હાલ યુ.એસ.એ.ના વિક્રમસિંહ જાડેજા રહયા હતા.ધ્રોલની ઐતિહાસીક ભુમિ ભુચર મોરી મેદાન ખાતે છેલ્લા ૧ માસથી સમગ્ર ગુજરાતના રાજપુત યુવાનો, આગેવાનો વગેરેનો સંપર્ક કરીને તલવારબાજી માટે તેમજ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જામનગર જીલ્લા રાજપુત યુવા સંઘના પ્રમુખ ડો. રાજેન્‍દ્રસિંહ જાડેજા (મોટા વાગુદડ,) ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખ ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા સહીતના રાજપુત સમાજના આગેવાનો, યુવાનો સહીત સમગ્ર રાજપુત સમાજ સંગઠીત થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો છે.(સંજય ડાંગર, ધ્રોલ)

 

(1:00 pm IST)