સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

ધોરાજીના બાવલા ચોક ખાતે જનતા યુવા ગ્રુપ દ્વારા ગુફાને ખુલ્લી મૂકાઇ

ધોરાજી : બાવલા ચોક ખાતે જન્‍માષ્‍ટમી નિમિતે જનતા યુવા ગ્રુપ દ્વારા ભવ્‍ય ગુફાનું આયોજન કરવામાં આવેલ છે અને તેને યુવા અગ્રણી માન બિલ્‍ડર વાળા વિપુલભાઇ ઠેસીયા અને ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા અને અગ્રણીઓની હાજરીમાં રીબીન કાપીને ખુલ્લી મુકાય હતી અને આ ગુફામાં આબેહુબ ગુફા જેવા જ લાઇટ ઇફેટ રાઉન્‍ડ અને ગોઠવણી કરવામાં આવેલ છે. અને તે જોવા વિશાળ સંખ્‍યામાં લોકો ઉમટી પડેલ હતા આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્‍ટી વિપુલભાઇ ઠેસીયા, લલીતભાઇ વસોયા, યાર્ડના ચેરમેન હરકીશનભાઇ માવાણી, દલસુખભાઇ વાગડીયા, કે. પી. માવાણી, ભોલાભાઇ માવાણી, સંજયભાઇ જાગાણી, રાજેશભાઇ બાલધા, વરૂણભાઇ વઘાસીયા, આદીત્‍ય માવાણી, ધ્રુવ માવાણી, કેયુર રાખોલીયા, અભય માવાણી, બ્રિજેશ વાગડીયા મીત રાખોલીયા, આકાશ સોજીત્રા, યજ્ઞ માવાણી,  કાનજી માવાણી, સહિતના યુવાનો હાજર રહેલ હતાં.

(12:15 pm IST)