બોટાદ-જીલ્લામાં શોભાયાત્રા માટે વિનામુલ્યે ખુલ્લી જીપની સેવા
બોટદા તા. ૧૮ :.. ગુજરાત કાઠી ક્ષત્રીય સમાજના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા પોતાની ખુલ્લી ઓપન જીપ સારી રીતે શણગારી ત્રિરંગા યાત્રામાં જોડાયેલ તેમની જીપમાં પાળીયાદના પ્રખર જીવદયા પ્રેમી દિલીપભાઇ, ડી. વી. ખાચર તથા માલધારી સમાજના અગ્રણી ઘુડાભાઇ મેર તથા હકાભાઇ રબારી તથા દલસુખભાઇ અમદાવાદ વાદી તથા બળદેવભાઇ પ્રજાપતિ તથા કિશોરભાઇ પાટીવાળા વિગેરે મહાનુભાવો સામતભાઇ જેબલીયાની ઓપન જીપમાં બિરાજમાન થયેલ અને બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા જણાવે છે કે, બોટાદ શહેર જીલ્લા તાલુકામાં ગમે ત્યાં કોઇ જગ્યાએ સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં શોભાયાત્રાના પ્રસંગે વિનામુલ્યે ફ્રી સેવામાં ખુલ્લી ઓપન જીપ આપવામાં આવશે તો વિના સંકોચે બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાના મો. નં. ૯૮ર૪૩ ૯૦૧૩૩ ઉપર ફોન કરી ટાઇમ.. તારીખ...સ્થળ... જણાવી દેવાથી સમયસર શણગારેલી ઓપન ખુલ્લી જીપ પહોંચી જાશે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા જણાવે છે.