સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

મોટીપાનેલી કોળી સમાજના પ્રમુખ ભુરાભાઇ દેગામાનુ અવસાન

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં સૌથી મોટો સમુદાય એવા કોળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું પાનેલીમાં વિશાળ સમુદાય ધરાવતા કોળી સમાજના પ્રમુખશ્રી ભુરાભાઇ દેગામાનું બીમારી સબબ આશરે પંચાવન વર્ષની નાની ઉંમરે દુઃખદ અવસાન થતા સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયેલ છે છેલ્લા સાતેક વર્ષથી ભુરાભાઇ કોળી સમાજના પ્રમુખ રહેલા હોય સમાજમાં એકતા અને યુવાનોમાં નવો જોશ પુરવા પ્રયત્‍નશીલ હતા અંદાજે ચાર થી પાંચ હજારની વસ્‍તી ધરાવતા વિશાળ કોળી સમુદાયને ભુરાભાઇના આમ અકાળે વિદાય લેવાથી ભારે દુઃખ સાથે એક બહુમૂલ્‍ય વ્‍યક્‍તિ ગુમાવવાનો શોક વ્‍યાપેલ છે ભુરાભાઇ ના દુઃખદ અવસાન ની જાણ થતા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક સહિતના સામાજિક રાજકીય આગેવાનો સાથે અન્‍ય સમાજના આગેવાનો સંસ્‍થાના કાર્યકરોએ દુઃખની લાગણી બતાવી ભારે શોક પ્રગટ કરેલ છે. ઈશ્વર પરમ આત્‍માને શાંતિ અર્પે તેવી સર્વ સમાજના લોકોએ પ્રાર્થના કરેલ છે.

 

(11:51 am IST)