લીંબડીનાં કટારીયાની સીમમાં વિજળી પડતા પરિવારના ૩ સભ્યોના મોત
વાડીમાં કામ કરતી વખતે વિજળી ત્રાટકતા પિતા-પુત્ર અને ઍક મહિલાનો ભોગ લેવાયો
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮: સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીનાં કટારીયાની સીમમાં વિજળી પડતા પિતા-પુત્ર અને ઍક મહિલા સહિત ૩ ના મોત થતા અરેરાટી વ્યાપી છે. કટારીયા ગામના પર વર્ષના હરેશભાઇ બાંધણિયા, ર૭ વર્ષના અક્ષયભાઇ હરેશભાઇ બાંધણિયા અને ર૮ વર્ષની હેતલબહેન કલ્પેશભાઇ મેણિયાના મૃત્યુ નિપજયાં હોવાનું જણાવાય છે. આ ત્રણેય ગામની સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહ્ના હતાં ત્યારે કડાકા ભડાકા સાથે વિજળી પડી હતી. વિજળી માથે પડતા ખેતરમાં કામ કરી રહેલા ત્રણેય સળગીને ભડથું થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા ગામના લોકો મોટી સંખ્યામાં ઍકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. હોસ્પિટલ પર પણ મોટી સંખ્યામા લોકો ઍકત્ર થયા હતાં. વિજળી પડવાથી ઍક જ પરિવારના ત્રણ સભ્યના મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. (૯.ર)