સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th June 2022

વાંકાનેરઃ પૂ. ભોલેબાબાની પુણ્‍યતિથિની ઉજવણી

 વાંકાનેર : જામનગર જિલ્લાના જોડિયાધામ મુકામે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી ઉદાસીન સંત કુટિર , રામવાડી ખાતે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ભોલેબાબા સેવક સમુદાય દ્વારા પ્રાતઃ સ્‍મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી સંતશ્રી ભોલેબાબાજીની (૩૬ મી પુણ્‍યતિથિ મહોત્‍સવ ) ની ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે રામવાડીની તપોભૂમિમા ઉત્‍સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે તા, ૧૫ મી જૂનના સાંજના ૪ થી ૭ શ્રી જયોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સાનિધ્‍યમાં સંગીતમય સુંદરકાડ ના પાઠ તથા સંતશ્રી ભોલેબાબાજીના ભંજનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મૂળ જોડિયાના હાલ રાજકોટના પ્રસિદ્ધ કલાકાર શ્રી અલ્‍કેશભાઈ સોની તથા રામવાડી ગ્રુપના ભાવિકોએ રંગત જમાવેલ હતી તેમજ રાત્રીના ૯ થી ૧૨ જોડિયા લક્ષમીપરા ધૂન મંડળ દ્વારા શ્રી રામ ધૂનનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયેલ હતો તેમજ તા, ૧૬ મીના રોજ બાબાજીની પુણ્‍યતિથિ નિમિત્તે બપોરે ૧૨ કલાકે ઢોલ , નગારા અને શખોદ્વારા ભવ્‍ય આરતી કરવામાં આવેલ હતી જે આરતી જોડિયાના બાબાજીના ભક્‍તજન શનિભાઈ વડેરાએ ઉતારેલ હતી વિશાળ સંખ્‍યામા આરતીના દર્શનનો ભાવિકોએ લાભ લીધેલ હતો ત્‍યારબાદ ‘સાધુ , સંતો નો તેમજ ભક્‍તોનો ભવ્‍ય ભંડારો (મહાપ્રસાદ) યોજાયેલ હતો તેમજ સાંજના ૫ કલાકથી જોડિયા સમસ્‍ત હિન્‍દુ સમાજનો ધુવાણાબંધ ગામ જમણવાર (મહાપ્રસાદ) યોજાયેલ હતો ભજન, ભોજન અને ભજન , સંત દર્શન નો ત્રિવેણી સંગમ યોજાયેલ હતો વિશાળ સંખ્‍યામા ભાવિકોએ દર્શન, તથા બાબાજીના ભંડારાનો પ્રસાદ લઈ ધન્‍યતા અનુભવેલ હતી આ પ્રંસગે શ્રી બાલા હનુમાનજી મંદિર, સંતશ્રી ભોલેબાબાજીના મંદિરને લાઈટ ડેકરોશન તથા પુષ્‍પોથી શણગાર કરવામાં આવેલ આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરને સફળ બનાવવા ભોલેબાબા સેવક સમુદાય તથા રામવાડી ગ્રુપ, જોડિયાના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી. (તસ્‍વીર, અહેવાલ : હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

(11:29 am IST)