સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

સરકારી વિજ્ઞાન કોલેજ માંડવીમાં મરીન સાયન્સ અને એન્વાયરનમેન્ટ સાયન્સના કોર્સમાં પ્રવેશ મેળવવા અરજી કરવી

ભુજ :હાલ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયેલ છે. જેથી સરકારી વિજ્ઞાન કોલેજ માંડવી ,કચ્છ ખાતે ચાલતાં B.Sc. મરીન સાયન્સ અને B.Sc. એન્વાયરનમેન્ટ સાયન્સનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોલેજની વેબસાઇટ  www.gscmandvi.org પર વિગતો જાણી અથવા પ્રિન્સિપાલ ગર્વમેન્ટ સાયન્સ કોલેજમામલતદાર કચેરી પાસેમસ્કા રોડમાંડવી ખાતે રજાના દિવસો સિવાય સવારે ૧૧ થી ૫ વાગ્યા સુધી રૂબરૂ અથવા ફોન. નં. ૦૨૮૩૪ -૨૨૪૪૦૧૨૨૪૪૦૧ પર સંપર્ક કરી શકે છે. તેમજ એડમિશન કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડો. દિલીપ કાતલિયાના મોબાઇલ નંબર 9033485473 પર સંપર્ક કરવો. વિદ્યાર્થીઓને માંડવી ખાતે ચાલતા આ બે સાયન્સ કોર્સમાં પ્રવેશ માટે અરજી કરવા પ્રિન્સીપાલ ડો. પી.કે.મહેતાની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

(6:47 pm IST)