સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ગોંડલમાં રાજવી કાળની સાત ટાંકીઓની પાલિકા તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

પાલિકાના સદસ્યો અને કર્મચારીઓએ રાજવીના બાંધકામની અમૂલ્ય ભેટ ને ફરી વાગોળી

ગોંડલ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં પ્રજાની સુખાકારી માટે અને કાર્ય કરવામાં આવ્યા હતા તેમાં પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સાત ટાંકીઓ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ નગરપાલિકા તંત્ર દ્વારા આજે પણ કરવામાં આવી રહ્યો હોય પાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચરમેન ઓમદેવસિંહ જાડેજા, વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝિકરિયા દ્વારા સાત ટાંકીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ વેળાએ હાજર પાલિકાના સદસ્યો અને કર્મચારીઓએ રાજવીના બાંધકામની અમૂલ્ય ભેટને ફરી વાગોળી હતી.

 

(6:36 pm IST)