સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે વન-ડે ધાર્મિક અનુષ્‍ઠાનોઃ શનિ-રવિ કાર્યક્રમો

ગુરુ ગિરી ગાદીપતિ ઉદ્‌ઘોષણા સ્‍મૃતિદીન નિમિત્તે:જાપ-પ્રવચન-સામાયિક-દેવશી પ્રતિક્રમણ-સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના સૌરાષ્‍ટ્ર કેસરી પૂ.પ્રાણ ગુરુવેદના સુશિષ્‍ય પરમ દાર્શનિક પૂ.શ્રી જયંતિલાલજી મ.સા.ના સુશિષ્‍ય વાણીભૂષણ પૂ.ગિરી ગુરુદેવના ગાદીપતિ ઉદ્‌ઘોષણાના ૯માં સ્‍મૃતિવર્ષના પાવન દીને જયાં તેમને અંતિમ આરાધના કરેલ તેવી પાવન અને પવિત્ર ભૂમિમાં દિવ્‍ય સાધનાના વાઇબ્રેશનમાં દિવ્‍ય પરમાણું પથરાયેલા છે તેવા માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ ઉપાશ્રય જૈન સંઘના પ્રાંગણે તા.૨૧તથા તા.૨૨ બન્ને દિવસ રવિવારના રોજ ધાર્મિક અનુષ્‍ઠાનોનું આયોજન રાખવામાં આવેલ છે.

પાવન સાનિધ્‍ય ગાદીપતિ પૂ.ગિરી ગુરુદેવના અંતેવાસી સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.,રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. એવમ સાધ્‍વીરત્‍ના પૂ.વિજયાબાઇ મહાસતીજી, તપસ્‍વી રત્‍ના પૂ.વનિતાબાઇ મહાસતીજી, સાધ્‍વીરત્‍ના પૂ. સાધનાબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ.રાજેમતિબાઇ મ., સદાનંદી પૂ.સુમતિબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. દીક્ષિતાબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. કૃપાબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. હસ્‍મિતાબાઇ મ.,સાધ્‍વીરત્‍ના પૂ. ઉવર્શીબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. કલ્‍પનાબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. અજિતાબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. ડોલરબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. સુનિતાબાઇ મ., સાધ્‍વીરત્‍ના પૂ. રૂપાબાઇ મ., રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. ના સુશિષ્‍યા પૂ.મહાસતીજીઓ  આદી સંત-સતિજીઓ, ધાર્મિક અનુષ્‍ઠાનો ની સમયાવલીતા.૨૨ને રવિવારે રાઇસી પ્રતિક્રમણ સવારે ૫.૩૦ કલાકે, ભકતામર-પ્રાર્થના સવારે૬.૩૦ કલાકે, અખંડ જાપ સવારે ૬થી સાંજે ૬, કપલ જાપ સવારે ૮.૧૫થી ૯.૧૫, ત્રિરંગી સામાયિક અને પ્રવચન સવારે ૯.૧૫થી ૧૧ દેવશી પ્રતિક્રમણ સાંજે ૭ કલાકે એવમ ગાદીપતિના સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેમજ તા.૨૧ ને શનિવારના રોજ પૂ.ગિરી ગુરુ કવિઝ સવારના ૯.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. પરંતુ મહીલા મંડળના બહેનોએ સવારે૮.૩૦ કલાકે આવી જવાનું રહેશે અને એકઝીબીશનમાં જે તે પ્રશ્નોતરી પુછવામાં આવે તેનો જવાબ આપવાનો રહેશે. ત્‍યારબાદ નંબર આપવામાં આવશે.

 ગુરુ ભકતોએ પૂ. ગિરીગુરુને અનુલક્ષીને વિવિધ કૃતિ બનાવવાની રહેશે અને તા.૧૯ સુધીમાં શેઠ ઉપાશ્રયે મોકલવાની રહેશે જે એકઝીબીશનમાં રજુ થશે.

તસ્‍વીરમાં વિજયભાઇ આશરા, રમેશભાઇ શેઠ, જગદીશભાઇ ગોરસીયા, જગદીશભાઇ શેઠ, હસમુખભાઇ શાહ અને હિરેનભાઇ શાહ નજરે પડે છે. (તસ્‍વીર અશોક બગથરીયા) 

(3:27 pm IST)