સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

જુનાગઢમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ગર્ભવતી પરિણીતા ઉપર નરાધમનું દુષ્કર્મ

ભોગ બનનારના પતિને જેલમાંથી નહિ છુટવા દેવાની પણ ધમકી આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ :  જુનાગઢમાં એક શખ્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ગર્ભવતી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

જુનાગઢમાં મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય પરિણીતા ગર્ભવતી હોય છતાં બાલાજી એપાર્ટમેન્ટ પાસે રહેતો મીત સોંદરવા નામના શખ્સે એકાદ મહિના અગાઉ છરી બતાવી ફોટા પાડી લીધા હતા.

બાદમાં આ ફોટા વાયરલ કરી દેવાની અને પરિણીતાના પતિને જેલમાંથી નહિ છુટવા દેવાની ધમકી આપી બે વખત મીત સોંદરવાએ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

આ અંગે ભોગ બનનારને મંગળવારની રાત્રે ફરિયાદ સી ડીવીઝનના એએસઆઇ એલેકે. અખેડે મીત સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ મહિલા યુનિટના મહિલા પી.આઇ. કે.ડી.કરમટા તપાસ ચલાવી રહયા છે.

(1:39 pm IST)