સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

પોરબંદરઃ ભરડા અને ડાકી પરિવારના સુરાપુરા સંગેરિયાબાપા મંદિરના જીણોધ્ધારનું કાર્ય

પોરબંદર, તા.૧૭: માધવપુર નજીકના શીલ ગામે સુરાપૂરા બાપાના મંદિરના જીર્ણોધાર માટે સ્નેહ મિલન યોજાયુ હતું.

શીલ લગામે નેત્રાવતી નદીના કાંઠે તળાવની પાળે ભરડા-ડાકી પરિવાર સહિત અન્ય લોકોના આસ્થાના પ્રતીક સુરાપુરા સંગેરિયા બાપાનું મંદિર જર્જરિત થતા તેનો જીર્ણોધાર કરવાના આયોજન અંગે સમાજ શ્રેષ્ઠીઓનું સ્નેહમિલન રચતા કરવામાં આવી હતી.

માંગરોળ કોળી સમાજના શ્રેષ્ઠી અને ભરડા કેબલના માલીક રાકેશભાઇ ભરડાના અધ્યક્ષસ્થાને મળેલા સ્નેહમિલનમાં સમાજ શ્રેષ્ઠી દાનાભાઇ ભરડા (ભંડુરી), રમેશભાઇ ભરડા (અમદાવાદ), કરશનભાઇ ડાકી, કારાભાઇ ડાકી(બાલાગામ) શ્રી માલદેભાઇ ડાકી (વિરોલ), કારાભાઇ ડાકી પ્રવીણભાઇ ડાકી જીવભાઇ ડાકી, નારણભાઇ ડાકી (ચાંખવા) મોહનભાઇ ડાકી (દિવાસા) હરદાસભાઇ ડાકી (કંકાણા, શ્રી કાન્તિભાઇ ભરડા (દિવાસા) હરદાસભાઇ ડાકી (કંકાણા, શ્રી કાન્તિભાઇ ભરડા ડો.વિનોદભાઇ ભરડા (માંગરોળ) સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર સમાજ રત્ન ડો.ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે ભકતોના આસ્થના પ્રતીક મંદિરનું જીર્ણોદ્વારનું કામ કરવુ એ આધ્યાત્મિક સેવા છે. આપણા ભારતીય સંસ્કૃતિના આધ્યત્મિક વારસાને મંદિરોએ જીવંત રાખ્યો છે. માંગરોળ શહેરના કોળી સમાજના રાકેશભાઇ ભરડાએ સંતો, મંદિરો અને શાસ્ત્રોને આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ ગણાવ્યા હતા.

વિવિધ મંદિરોના ભૂવા આતા શ્રી સંજયભાઇ ડાકી, નીલેશભાઇ ડાકી, હીરેનભાઇ ડાકી, મધુભાઇ ડાકી, વેજાભાઇ ભરડા અશોકભાઇ ભરડા અનિલભાઇ ભરડા, કારાભાઇ ભરડા મનોજભાઇ ભરડા અને દિવાસા દાડમ દેવ મંદિરના મહંત શ્રી દીલીપ બાપુનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. અને આ તકે સ્વ.ભાયાભાઇ રામભાઇ ભરડાના પુત્ર શ્રી ઇશ્વરભાઇ સહિતના દાતાઓને સન્માનિત કરાયા હતા.

સંગેરિયાબાપા મંદિર જીર્ણોધાર સેવા સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રાજાભાઇ હીરાભાઇ ભરડા, ઉપપ્રમુખ તરીકે કારાભાઇ સીદાભાઇ ડાકી, મંત્રી તરીકે કાનાભાઇ બાબુભાઇ ડાકી (એન્જિનિયર) અને ખજાનચી તરીકે રામભાઇ ગોવિંદભાઇ ભરડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ દેવશીભાઇ ભરડા, બીપીનભાઇ ભરડા (ફોરેસ્ટર) કાન્તિભાઇ દામોદર ભરડાએ સંભાળ્યુ હતુ આભાર દર્શન પરસોતમભાઇ રાણા ભરડાએ કર્યુ હતું.

(1:34 pm IST)