સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

વેરાવળ-પાટણ પાલીકાનાં પ્રથમ મહિલા પ્રમુખ ભાનુબેન કુહાડાની માસીક પુણ્યતિથી કાલે લોકડાયરો

સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા ભવ્ય માતૃવંદના કાર્યક્રમ

રાજકોટ, તા., ૧૮: માતૃઋણ કદાપી ચુકવી શકાતુ નથી ત્યારે વેરાવળ ખારવા સમાજના પટેલ (પ્રમુખ) અને મેરી ટાઇમ બોર્ડના ડાયરેકટ અને શ્રી વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના સંયુકત ઉપક્રમે સ્વ.ભાનુબેન મોહનભાઇ કુહાડા (ભાનુમા)ની પ્રથમ માસીક પુણ્યતીથી નિમિતે માતૃવંદના કાર્યક્રમ રૃપી એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે.

વેરાવળ-પાટણ સંયુકત નગર પાલીકાના સૌપ્રથમ મહીલા પ્રમુખ ભાનુબેન કુહાડાનું દુઃખદ અવસાન તા.૧૯-૪-રરના રોજ થતા સમગ્ર ખારવા સમાજે માતૃપ્રેમની ખોટ અનુભવેલ ભાનુબેન એમ.કુહાડા ૩ ટર્મ સુધી નગર સેવક તરીકે ફરજ બજાવેલ અને વેરાવળ-પાટણ સંયુકત નગર પાલીકા સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે સેવા આપી સર્વે જાહેર જનતાના હ્રદયમાં સમાજ સેવા રૃપી ભારે લોકચાહના મેળવી હતી.

જયારે તેમને સંતાનોમાં ૮ પુત્રો અને ૧ પુત્રી હોય  જેમાના (૧) પુત્ર કિશોરભાઇ કુહાડા ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ડાયરેકટ અને ગુજરાત માછીમાર એસો. પ્રમુખ છે જયારે (ર) જીતુભાઇ કુહાડા વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને ખારવા સમાજની પટેલ (પ્રમુખ) તથા ધનસુખભાઇ કુહાડા ઉપપ્રમુખ  ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્વારા માતૃશ્રીની યાદમાં માતૃવંદના કાર્યક્રમ આવતીકાલ તારીખ ૧૯-પ-રરને ગુરૃવારના રોજ રાત્રીના ૯.૩૦ કલાકે સમસ્ત પરજીયા પટણી સોની સમાજની વાડી મોટી શાકમાર્કેટ વેરાવળ ખાતે યોજાયેલ છે. જે લોકડાયરામાં લોકસાહિત્યકાર વિજયદાનભાઇ ગઢવી લોકગાયક પ્રવિણભાઇ બારોટ લોકગાયીકા ગીતાબેન યાદવ દ્વારા માતૃઋણ ગમે તે સંતાનોથી ચુકવી શકાતુ નથી. તે રીતે માતૃવંદના હ્ય્દય સ્પર્શી ડાયરાના આયોજનમાં દરેક ધર્મપ્રેમી જનતા સ્નેહીજનો અને મિત્ર મંડળને પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. કુહાડા પરિવારે લોકડાઉનના સમયમાં ર૩ હજારથી વધુ રાશનકીટનું વિતરણ કરેલ અને કોવીડ સેન્ટર પણ ફ્રીમાં ખોલી જનતાના આશીર્વાદ મેળવેલ છે.

(1:25 pm IST)