સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

માળિયાના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૮: માળિયાના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાયો.

ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી જે અવસરે પ.પુ.ગુરૂદેવ હેતનાથ બાપુ, નકલંકમંદિર મહંત દામજી ભગત, રાજ્‍ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કુભકો ડાયરેક્‍ટર ન્‍યુ દિલ્‍હી મગનભાઈ વડાવીયા, જિલ્લા મહામંત્રી બાબુભાઈ, જીલ્લા પંચાયત સદસ્‍ય અસ્‍મિતાબેન કિશોરભાઈ, જીલ્લા પંચાયત કારોબારી અધ્‍યક્ષ જયંતીભાઈ પડસુંબીયા, નગરપાલીકા મોરબી ઉપપ્રમુખ જયરાજસિહ જાડેજા, ચેરમેન સુરેશભાઈ દેસાઈ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, માળિયા તાલુકા પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સવજીભાઈ કારોરીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા

ધર્મસભામા સર્વે મહાનુભાવો, સગા સબંધીઓ તેમજ ગામજનો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પટેલ અને પરિવારે તમામ અગ્રણીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો છે.

(1:16 pm IST)