સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

લીંબડી ભોયકા રૂટની બસમાં ખામી સર્જાતાં મુસાફરો રઝળી પડયા

 વઢવાણ,તા.૧૮ :  લીંબડી ડેપો એ થી ઉપડતી બપોરે. ૧૨.૪૫.વાગ્‍યાં ની લીંબડી ભોયકા રૂટ ની બસમાં ઉંટડી ગામ પાસે કોઈ ટેકનિકલ ફોલ્‍ટ થતાં એસ.ટી.બસમાં મુસાફરી કરતાં મુસાફરો આ ધોમ ધખતા તાપમાં હેરાનપરેશાન થઇ ગયાં હતાં...

ગુજરાત પરીવહન સેવા સારી અને સુદ્રઢ બને.તેમજ સલામત સવારી એસ.ટી.અમારી. અને હાથ ઉંચો કરો..બસ માં બેસો ..જેવાં સરકારનાં સુત્રો સાકાર થાય તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે. પરંતુ જેમ ઉલ્‍ટી ગંગા વહેતી હોય. તેમ વાસ્‍તવિકતા કંઈક અલગ જ હોય તેમ એસ.ટી તંત્ર કયારે મુસાફરો ને રામ ભરોસે રસ્‍તાં ઉપર ઉતારી દે તે આ બનાવ થી ફલીત થાય છે. 

ઉનાળા નાં આ બળબળતાં  તાપમાં સૌ મુસાફરો સારી અને સલામત મુસાફરી માટે એસ.ટી.બસમાં મુસાફરી કરે છે. પણ એસ.ટી.બસ નાં ટાયર કયાં ઉભા રહી જાય છે. તે કહેવું મુશ્‍કેલ છે.

 આ સાથે લીંબડી ડેપો ની અન્‍ય રૂટ ની પણ એક બસ ખોટવાઈ ને લીંબડી ઉંટડી પુલ ઉપર રીંપેરીંગની રાહ જોઈને ઊભી હતી.તો આજે લીંબડી ડેપો ની એક સાથે  બે બસ એક સાથે ખોટવાઈ જતાં બન્ને રૂટ ની બસનાં પેસેન્‍જરો રઝળી પડ્‍યાં હતાં...

(12:06 pm IST)