સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

જસદણમાં યુવતીની છેડતી કરી લાફા માર્યાઃ ગઢડીયાના વિશાલ પરમારની શોધખોળ

તું મારી ન થઇ તો હું તને કોઇની થવા નહિ દઉ તેમ કહી

રાજકોટ, તા., ૧૮: જસદણમાં યુવતીની  ૃછેડતી કરી લાફા મારી ધમકી આપનાર શખ્‍સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ જસદણ પંથકમાં રહેતી યુવતીએ ગઢડીયા ગામના વિશાલ પ્રાગજીભાઇ પરમાર સામે પોલીીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી યુવતી કેટરર્સના કામે પરત આવતી હતી ત્‍યારે આરોપી વિશાલે જાતીય સતામણી કરવાના ઇરાદે પીછો કરી હાથ પકડી ગાળો આપી લાફા મારી કહેલ કે તું મારી ન થઇ તો હું તને કોઇની નહિ થવા દઉં અને જો મારા સિવાય અન્‍ય કોઇ જગ્‍યાએ  લગ્ન કર્યા છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.  આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે આરોપી વિશાલ પરમાર સામે આઇપીસી ૩પ૪(ક), (ઘ),૩ર૩, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે વધુ તપાસ જસદણના પીઆઇ કે.જે.રાણા ચલાવી રહયા છે.

(11:33 am IST)