સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ભેંસાણના જુની ધારી ગુંદાળી ગામેથી સગીરા ગુમ

જૂનાગઢ તા.૧૮: ભેંસાણ તાલુકાના જુની ધારી ગુંદાળી ગામેથી તા.૨/૫/૨૦૨૨ને ૧૨ વાગ્‍યા આસપાસ પોતાના ઘરેથી ૧૭ વર્ષની સગીરા ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ,બાંધો પાતળો અને રંગ ગોરો છે. તેમણે બ્‍લુ કલરની ચોરણી તથા લાલ કલરની કુર્તી પહેરી છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા ભેંસાણ પોલીસે જણાવ્‍યું છે.

(9:59 am IST)