સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

દેશ-વિદેશમાં ૨૨૦૦ નૃત્‍યના શો અને ૧૦ વર્ષ ‘રાધા'નું પાત્ર ભજવનાર પોરબંદરની નેહા છેલાવડા સોમનાથ મહાદેવના દર્શને

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં નૃત્‍યકલા રજુ કરવાની ઇચ્‍છા

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય)પ્રભાસ પાટણ,તા. ૧૮: દેશ વિશ્વમાં ક્‍લાસીકલ ડાન્‍સ પ્રરફોમર અને કોરિયોગ્રાફર અભિનેત્રી નેહા છેલાવડાએ આજે સોમનાથ મહાદેવ મંદિરે સહ પરિવાર દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી અને તેઓ સોમનાથ મા પણ પોતાની કલા નુ પ્રદર્શન કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી હતી તેઓ સંસ્‍કૃત નુ જતન એ આપણી કલા છે તેમ જણાવ્‍યું હતું.

મુળ પોરબંદરની આ દિકરી એ કલાક્ષેત્રે દેશ વિશ્વમાં ડંકો વગાડયો છે.

હિન્‍દી ચિત્રપડ ગંગુબાઇ કાઠીયાવાડીમાં જે ‘ઢોલીડા' ગીત હતુ તેમા એક ગીતમાં તેઓ પડદાં ઉપર પણ દેખાય છે. ‘રાધે શ્‍યામ નો સથવારો નામની તેઓના કોરીયાગારફી અભિનય કરેલ નૃત્‍ય નાટિકા ને જીનીશ બુક વર્લ્‍ડમા નોંધ લેવાઇ છે. જેના ૨૨૦૦ જેટલા શો કરાયા છે. આ શોમાં સતત દસ વર્ષ સુધી ‘રાધા'તરીકે લીડ રોલ તેમણે કરેલ છે અને ભારત અમેરિકા અને ઇસ્‍ટ આફિકામાં ધુમ મચાવેલ છે. નેહા કહે છે પોતાનુ મુળ વતન પોરબંદર છે અને તેના પિતાનું નામ બિપીન ચંદ્ર છેલાવડા અને માતાનું નામ દીના છેલાવડા છે. જો કે તેઓએ છેલ્લા ૨૪ વરસથી પોરબંદર છોડી મુંબઈ સ્‍થાયી થયા છે.' જે ‘શ્રી કૃષ્‍ણ' શોમાં ડાયરેકશન મુખ્‍ય રોલ ભજવેલ છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી માધુરી દિક્ષીત સાથે વેબ સીરીઝ ‘ફ્રેમ ગેઈમ' મા પણ કામ કરેલ છે મુંબઇ નવરાત્રિ ડીઝીટલ ગ્‍લોબલ ગરબાના તેઓ જજ છે.

ભારત નાટ્‍યમ વિશારદ ઓરંગેત્રલ નૃત્‍યાંગના એવાં તેઓના ગુરૂ સુમિત્રા રાજગુરૂ છે. ફેશન ડીઝાઈનરનો કોર્ષ પણ તેઓએ કરેલ છે અને હાલ મુંબઈના કાંદીવલીની ચત્રભુજ નરસી સ્‍કુલ મેથીબાઇ ગુંડેચા ફાઉન્‍ડેશન માં ધોરણ ૬ થી ૧૧ મા ડાન્‍સ ટીચર તરીકે પણ સેવા આપે છે એટલુ જ નહીં ઓન લાઇન ડાન્‍સ એકોસથી ગ્‍લોબલ સુધી કલા તાલિમ આપી ભારતીય સંસ્‍કૃતિ નુ જતન કરે છે.

(9:58 am IST)