વડિયામાં જુદા-જુદા વિસ્તારોમાં બંધ પડેલ ડંકીઓ ચાલુ કરાય
(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૧૮: છેલ્લા કેટલાક વર્ષોથી વડિયાના અલગ અલગ વિસ્તારોમાં બંધ પડેલી પાણીની ડંકી હેન્ડપંપ ભર ઉનાળે શરૂ કરાવતા શહેરના લોકોને પીવાના પાણી અને કપડા ધોવા માટે સરળતા રહેશે.
વડિયા સરપંચ મનિષભાઇ ઢોલરીયા એ જીલ્લા પાણી પુરવઠા બોર્ડ ને લેખીત રજુઆત કરતા ધારી પાણી પુરવઠા બોર્ડની ટીમ આજે વડિયા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલી અલગ અલગ વિસ્તારોમાં પાણી માટેની ડંકી હેન્ડપંપ રીપેરીંગ કરી શરૂ કરવામાં આવી રહી છે વડિયા શહેરમાં કુષ્ણ પરા વિસ્તારમાં આવેલ સંધીવાડ હવેલી શેરીના ખુણા પાસે કમલ બેકરી પાસે કંથડનાથ મહાદેવ મંદિર પાસે દલીત વાસ એમ ફુલ મળી અલગ અલગ વિસ્તારોમાં પાંચ ડંકી હેન્ડપંપ રીપેરીંગ કરી શરૂ કરવામાં આવી હતી આ તકે વડિયા શહેર ના લોકો ને ભર ઉનાળે પીવાના પાણી અને કપડા ધોવા માટે સરળતા રહેશે જો કે આ ડંકી હેન્ડપંપ બંધ પડેલી હતી ત્યારે લોકોને મહિલા ઓ ને કપડા ધોવા માટે દુર દુર સુધી ધોમધખતા તાપમાં જવું પડતું તે હવે રાહત મળશે.