સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ગુજરાતમાં બદલીનો દોર યથાવત : મોરબી તાલુકા પોલીસના પીઆઇ વી.એલ.પટેલની સુરતમાં બદલી.

મોરબી :રાજ્યમાં એક જ શહેરમાં 3 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય અથવા વહીવટી કારણોસર જેનો બદલીનો સમય થયો હોય તેવા રાજ્યના 16 PIની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા પોલીસના  PI વી.એલ.પટેલની સુરતમાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડમાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યના DGP આશિષ ભાટિયાએ અલગ અલગ જિલ્લાના 16 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મહત્ત્વની બદલીઓ આવવાની હતી, જે વિધાનસભા સત્ર પૂર્ણ થતાં આવી ગઈ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એમ જોવા મળી રહ્યું છે.

(10:34 pm IST)