સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th January 2018

નંદાણા પાસે કારમાંથી ૮૪૦ લીટર દેશી દારૂ સાથે યુવાન ઝડપાયો : ૧ નાસી ગયો

જામનગર, તા. ૧૮ : જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ જામનગરનાઓએ પ્રોહી પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ હોય તેમજ ના.પો.અધિ. એચ.પી. દોશી તથા સીપીઆઇ આર.એમ. રબારીના માર્ગદર્શન સુચના મુજબ પ્રોહી. અંગેની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા માટે શેઠવડાળા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.

દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. સહદેવસિંહ હઠુભા જાડેજા તથા પો.કોન્‍સ. દશરથસિંહ મહોબતસિંહ પરમારનાઓને રાહે હકીકત મળેલ કે નંદાણા ગામથી શેઠવડાળા રોડ ઉપર એક મારૂતી અલ્‍ટો કાર (જીજે૧૦-એસી-ર૭૪૮) ની દેશી દારૂ ભરી નીકળનાર છે હકીકત આધારે કાર નીકળતા કાર ચાલક ઇસમ પોતાની કાર મૂકી નાશી ગયેલ તથા એક ઇસમ પકડાઇ ગયેલ જેનું નામ અજયભાઇ હમીરભાઇ પરમાર રે. કિશાન ચોક, ગણેશવાસ, જામનગરવાળાને દેશીદારૂ લીટર ૮૪૦/-કિ. રૂ. ૧૬,૮૦૦/- તથા મારૂતી અલ્‍ટો કાર કિ. રૂ. ૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નં. ર કિ. રૂ. ૧૦૦૦નો મળી કુલ મુદામાલ કિ. ૧,૧૭,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડી શેઠવડાળા પોલીસ સ્‍ટેશન પ્રોહી. ગુ.ર.નં. ૦૩/ર૦૧૮ પ્રોહી કલમ ૬પ(ઇ), ૮૧,૯૮(ર) મુજબનો ગુન્‍હો દાખલ કરવામાં આવેલ છે.

કાર્યવાહીમાં શેઠવડાળા પોલીસ સ્‍ટેશનના પો. સબ ઇન્‍સ. વી.એ. ચાંડેરા તથા પો.હેડ. કોન્‍સ સહદેવસિંહ હઠુભા જાડેજા તથા પો.કોન્‍સ. દશરથસિંહ મહોબતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. પ્રદીપભાઇ પરષોતમભાઇ ભંડેરી તથા પો.કોન્‍સ. સુરેશભાઇ પ્રતાપભાઇ ચૌહાણ તથા પો.કોન્‍સ. અમૃતલાલ મુરૂભાઇ પરમાર તથા પો.કોન્‍સ. મહાવીરસિંહ નીરૂભા જાડેજા તથા પો.કોન્‍સ. સંદીપસિંહ સજુભા જાડેજા વિગેરે કરેલ છે.

(1:08 pm IST)