સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th November 2020

ધ્રોલના જીવાપર ખાખરાના રાજુભાઇનું મોટરસાઇકલ સ્લીપ થતાં મોત

રાજકોટઃ બેસતા વર્ષના દિવસે સાંજે ધ્રોલ નજીક ખાખરાના પુલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં ધ્રોલના જીવાપર ખાખરા ગામે રહેતી મજૂરી કરતાં રાજુભાઇ નબળાભાઇ મોહનીયા (ઉ.વ.૪૫) ૧૬મીએ સાંજે સાડા ચારેક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ખાખરા ગામના પુલ પાસે બાઇક સ્લીપ થઇ જતાંગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

(11:34 am IST)