સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

હિમાચલ પ્રદેશમાં ર વર્ષમાં અન્ય યુવતિઓને ધવલ ત્રિવેદીએ ફસાવ્યાની સીબીઆઇને શંકા

લંપટ આરોપીને લઇને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૭ : અનેક યુવતિઓને ફસાવીને દુષ્કર્મ આચરનાર લંપટ ધવલ ત્રિવેદીને લઇને સીબીઆઇની ટીમ હિમાચલ પ્રદેશ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

ચોટીલાની યુવતીને બે વર્ષ પુર્વે ભગાડી જનાર લંપટ આચાર્ય ધવલ ત્રિવેદી હિમાચાલમાંથી ઝડપાયો હતો. સીબીઆઇની ટીમે તેને સાત દિવસના રીમાન્ડ પર લીધો છે. રાજકોટના પડધરીની ગાડી ઇન્ટરનેશનલ સ્કુલની ધોરણ-૧૧ ની બેવિદ્યાર્થીનીને ભગાડી જઇ એ જ સ્કુલના આચાર્ય ધવલ ત્રિવેદીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતુ઼ આરોપી ધવલ ત્રિવેદી પંજાબથી તત્કાલીન સમયે ઝડપાયો હતો અને આ મામલામાં તેને આજીવન કેદની સજા પડી હતી, જેલમાંથી પેરોલ પર છુટયા બાદ વર્ષર૦૧૮ માં ધવલ ત્રિવેદીએ ચોટીલામાં ટયુશન કલાસીસ શરૂ કર્યા હતા, અને પેરોલની મુદત પુરી થતા જેલમાં હાજર થવાને બદલે ટયુશન કલાસીસમાં આવતી વેપારીની પુત્રીને ઉઠાવીને નાસી ગયોહતો ધવલ ત્રિવેદી હિમાચલમાં હોવાની સીબીઆઇની માહિતી પરથી દિલ્હી પોલીસની ટીમે તેને હિમાચલ પ્રદેશનના ગામમાંથી ઝડપી લીધો હતો. ધવલે હિમાચલમાં પણ બે વષ્ર્ર્ા દરમિયાન અન્ય યુવતીઓને ફસાવ્યાની શંકા હોય સીબીઆઇની ટીમ તેને લઇ હિમાચલ પહોંચી હતી.

(1:15 pm IST)