સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબીની કારોબારી સભા યોજાઈ

સમાજને સાચી દિશા, વ્યસન મુક્તિ અને સંગઠન તેમજ સમાજની એકતા સહિતની વાતો કરી

મોરબી :  ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબીની કારોબારી સભાનું આયોજન અલ્પેશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પ્રમુખ ચતુરભાઈ પાટડીયા, આમંત્રિત મહેમાન તરીકે ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા અને તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ ઠાકોર ઉપસ્થિત રહયા હતા
કારોબારી સભાની શરૂઆતમાં અલ્પેશભાઈ ઠાકોરે ટેલીફોનીક માર્ગદર્શન આપ્યું હતું જેમાં સમાજને સાચી દિશા, વ્યસન મુક્તિ અને સંગઠન તેમજ સમાજની એકતા સહિતની વાતો કરી હતી બાદમાં ગ્રામ સમિતિના તમામ પ્રમુખો અને હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું કારોબારીમાં આમંત્રિત મહેમાનોએ ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
મોરબી જિલ્લાના પ્રમુખ ચતુરભાઈએ સંગઠનની તાકાતથી પોઝિટિવ કામ કેવી રીતે કરવું અને સમાજને તમામ બદીઓથી દૂર રાખવા અને કન્યા કેળવણી, બાળકોના શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાની વાત સાથે ઠાકોર સેનાની તાકાત અને એના પરિણામોની વાત કરી હતી. અને આ યાત્રા અવિરત ચાલુ રાખવા જણાવ્યું હતું
સમગ્ર કારોબારીનું સંચાલન મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, તેમજ તેમની ટિમ મોરબી સીટી પ્રમુખ જે. બી. ઠાકોર અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કારોબારીમાં જીલ્લા હોદેદારો, મીડિયા સેલના યોગેશજી ઠાકોર, મયુરજી ઠાકોર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(8:05 pm IST)