સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

જોડિયા-ધ્રોલ-બાલંભામાં અઢી ઇંચઃ લતીપુર-હડીયાણા -નવાગામમાં ર ઇંચ વરસ્યો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૭ ઃ જામનગર અને જીલ્લામાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો છે. જેમાં ધ્રોલ અને જોડીયા તાલુકાના બાલંભામાં અઢી ઇંચ વરસાદ પડયો  છે.

જયારે હડીયાણા, પીઠડ, લતીપુર, નવાગામમાં ર ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત મોટા પાંચ દેવડા, ખરેડી, મોટા વડાળા, જાલીયા દેવાણી, મોટી બાણુગાર, વસઇ, જામનગરમા એક ઇંૅચ વરસાદ થયો છે.

જયારે જામજોધપુર, લાલપુર, લાખાબાવળ, ફલ્લા, જામવંથલી, દરેડ, નિકાવા, સમાણા શેઠ વડાળા, જામવાડી વાંસજાળીયા ડબાસંગમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

(5:01 pm IST)