સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

વડિયામાં ૪ ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘમહેર

પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, કચ્‍છ જીલ્લામાં ઝાપટાથી દોઢ ઇંચ વરસ્‍યો

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘમહેર યથાવત છે આજે અમરેલી જીલ્લાના વડિયામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

પોરબંદર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદર જીલ્લામાં ઝાપટાથી ર ઇંચ વરસાદ પડયો છે. જેમાં બરડા વિસ્‍તારના કુળવદર, રામવાવ, બગવદર, બરડામાં વરસાદ વરસ્‍યો છે. જેમાં પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ શહેરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે માણાવદરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જયારે શિહોરમાં એક ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામજોધપુર, જામનગર, ધ્રોલ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. (૯.રપ)

* રાજકોટની ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ધોધમાર વરસાદ

* પડધરી પંથકમાં ધોધમાર વરસાદ

* ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ પડયો છે.

* રાધનપુરમાં ધોધમાર વરસાદ

* કુતિયાણામાં ધોધમાર વરસાદ પડયો છે.

*  ભાવનગરમાં વરસાદી ઝાપટા પડયા છે.

(4:20 pm IST)