પોરબંદર ખાડીકાંઠે રપ હજારના દારૃ સાથે બે યુવાનો ઝડપાયાઃ એક નાસી ગયો
પોરબંદર તા. ૧૭ : ખાડીકાંઠે જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૃની બોટલો કુલ નં. ૬૪ કિ. રૃા. રપ૩૦પ સાથે કાના ઉર્ફે કાનો રાણાભાઇ ગોસિયા ઉ.રર તથા આનંદ ઉર્ફે કરશનભાઇ ઉર્ફે રામ રાણા ગોસિયા ઉ.૧૯ રેે.બન્ને ઘરમપુરવાળાને પોલીસે પકડીને તેમજ એક આરોપી રબારી ખીમા બોઘા રે. રાણાપરવાળો હાથ આવેલ ન હોય ત્રણેય સામે પોલીસ ગુન્હો નોંધ્યો છે.શહેરના ડી.વાય.એસ.પી. આર. એન. રાઠવા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ. બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ ટીમના માણસો કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય આ દરમ્યાન પો.કોન્સ. વિરેન્દ્રસિંહ તથા અક્ષયભાઇને સંયુકત બાતમી રહે. હકીકત મળેલ જે આધારે ગાયત્રી હાઇટસ પાસે ખાડી કાંઠેથી (૧) કાના ઉર્ફે કાનો રાણાભઇા ગોસીયા ઉ.રર રહે. ધરમપુર તથા (ર) આનંદ ઉર્ફે કરશનભાઇ ઉર્ફે રામભાઇ રાણાભાઇ ગોસીયા ઉ.૧૯ રહે. ધરમપુરવાળાને ઇંગ્લીંશ દારૃની ૬૪ બોટલો કિ. રપ હજારની સાથે પકડી પાડેલ છે. જયારે રબારી ખીમા બોઘા રહે. રાણપર નામનો આરોપી નાસી ગયો છે.