સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

ખંભાળિયાના ભાતેલમાં શ્રાવણ માસમાં રાજપૂત બાળા રોજ જુદા જુદા એક હજાર પાર્થિવ શીવલીંગ બનાવી પૂજન કરે છે!!

રોજ વિસર્જન કરી નવું સર્જન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭: તાલુકાના ભાતેલ ગામે એક રાજપૂત બાળા હાલ શ્રાવણ માસ ચાલતો હોય રોજ માટીના પાર્થિવ શીવલીંગો બનાવીને તેમાં જુદી જુદી પ્રતિમા શીવ, પાર્વતી તથા ગણેશની બનાવીને તેમાં વિવિધ રંગો સાથેની અવનવી ડિઝાઇન સાથે નયનરમ્‍ય મૂર્તિઓ માટીની બનાવીને દર્શન કરીને રોજ બીજા દિવસે તેનું વિસર્જન કરીને ફરી બીજા દિવસે સવારે એક હજાર શીવલીંગ માટેના પાર્થિવ બનાવે છે.

ઝાલા આરતીબા રામદેવસિંહ મૂળ રહેવાસી લાલીયાદ જિ. સુરેન્‍દ્રના છે તથા રોજ આવા શીવલીંગ બનાવતા હોય સોશ્‍યલ મીડીયામાં પણ તેમના પાર્થિક શીવલીંગ છવાઇ ગયા છે.

સામાન્‍ય રીતે માટીના પાર્થિવ શીવલીંગ માત્ર માટીના જ હોય છે જયારે આ બાળા આ માટીના શીવલીંગમાં સુંદર કલર તથા ડિઝાઇન પણ બનાવે છે જેથી ખુબજ સુંદર દેખાવ થાય છે.

(1:04 pm IST)