સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

ખંભાળિયામાં ઉછીના પૈસા બાબતે ધમકી

જામખંભાળિયા તા.૧૭ : જુની મામલતદાર ઓફિસ નજીક કડીયાવાડ પાસે રહેતા સતારભાઇ ઇકબાલભાઇ મેમણ નામના ૩ર વર્ષના યુવાન પાસે અત્રે રેલવે સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા સાજીદ ખીરા નામના શખ્‍સે હાથ ઉછીના પૈસાની માંગણી કરતા સતારભાઇએ તેને પૈસા આપ્‍યા ન હતા. જેનો ખાર રાખી આરોપી સાજીદ ખીરાએ ફરિયાદી સતારભાઇ મેમણને બિભત્‍સ ગાળો કાઢી માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

દ્વારકા નજીક છોટા હાથી વાહનની હડફેટે બાઇક સવાર ઇજાગ્રસ્‍ત

દ્વારકામાં હુસેની ચોક વિસ્‍તારમાં રહેતા આરીફભાઇ હુસેનભાઇ જનર નામના પ૦ વર્ષના મુસ્‍લિમ આધેડ તેમના જીજે ૩૭ ઇ-૧૩૮૧ નંબરના જયુપીટર મોટર સાયકલ પર બેસીને તેમના કામદાર આમીરભાઇ સાથે નાગેશ્વર રોડ પરથી પસાર થઇ રહયા હતા. ત્‍યારે આ માર્ગ પર આવી રહેલા જી.જે.૩૭.ટી.૪૦ર૩ નંબરના છોટા હાથી વાહનના ચાલકે આરીફભાઇના મોટર સાયકલને લીધુ હતુ. જેના કારણે ચાલક આરીફભાઇ તથા કામદાર આમીરભાઇને ફેકચરસહિત નાની મોટી ઇજાઓ સાથે સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં છોટા હાથી વાહનના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

મીઠાપુરમાં પીધેલો બાઇક ચાલક ઝડપાયો

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતા રજાક આલી સુંભણીયા નામના ૪ર વર્ષના શખ્‍સને પોલીસે આરંભડા સીમ વિસ્‍તારમાંથી રૂા.ર૦,૦૦૦ કિંમતના પલ્‍સર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એકટ તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે. 

(1:01 pm IST)