જુનાગઢમાં દારૂના ધંધાર્થીનો વિડીયો રેકોર્ડીંગ કરતા યુવાન ઉપર હુમલો-લૂંટ
મહિલા સહિત છ શખ્સો સામે પોલીસ ફરીયાદ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : જુનાગઢમાં દારૂના બે ધંધાર્થીનો યુવાને વિડીયો રેકોર્ડીંગ કરતા યુવક ઉપર મહિલા સહિત છ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.
જુનાગઢમાં પંચેશ્વર વિસ્તારમાં આવેલ બોર્ડિંગવાસમાં રહેતા ર૦ વર્ષીય દિલીપ બાબુભાઇ સોમાણીએ રાજુ બાવજીભાઇ સોલંકી અને રેખાબેન અજય સોલંકી દારૂનો ધંધો ધરતા હોય તે સ્થળનું વિડીયો રેકોર્ડિંગ કરેલ.
આ વિડીયો રેકોર્ડિંગ પોલીસ સુધી પહોંચતા પોલીસે બંને સામે કેસ કર્યો હતો.
આ બાબતનો રાજુ અને રેખાએ પૂર્વગ્રહ રાખી ગૌરવ ઉર્ફે ગભરૂ અજયભાઇ સોલંકી તથા નસરો ડાડો તેમજ યોગેશ નામના શખ્સે મોટર સાયકલ રોકી દિલીપ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
તેમજ યુવાનના ખિસ્સામાંથી રૂા.૭૦૦ ની રોકડની લૂંટ ચલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે યુવાનની મહિલા સહિત છ શખ્સો સામેની ફરીયાદના આધારે એ ડીવીઝનના પી.એસ.આઇ. એન.વી. આંબલીયાએ તપાસ હાથ ધરી છ.ે