સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

અમરેલી સરદાર પાર્ક સ્‍વતંત્ર પર્વની ઉજવણી

 અમરેલી : સરદાર પટેલ ગ્રુપના સ્‍થાપક, પ્રમુખ અને યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલીના રામાણી નગર ખાતે ડેવલોપ પામી રહેલ લોહ પુરુષ સરદાર પાર્ક ખાતે ૭૬માં સ્‍વાતંત્ર પર્વની ધ્‍વજવંદન કરી શાંતિના પ્રતિક કબુતરને આઝાદ કરી મનાવવામાં આવેલ હતુ. ત્‍યારે સાથે સાથે અષ્ટાંગ આર્યુવેદ તળાજાના વૈદ્ય મહેન્‍દ્રસિંહ સરવૈયાની  ઉપસ્‍થિતિમાં આર્યુવેદ અને પ્રકૃતિના સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ સરદાર પટેલ ગ્રુપ હંમેશા લોકોના માટે સેવા કાર્ય કરવામાં અગ્રેસર રહ્યું છે ત્‍યારે હોમીયોપેથી સર્વરોગ નિદાન કેમ્‍પ સાથે વૃક્ષારોપણનું આયોજન પણ કરાયેલ હતું. લોકોના સુખાકારી માટે પવિત્ર શ્રાવણ માસના નિમીતે પણ મહાદેવનો રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અમરડેરીના અધ્‍યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, ઉપાઘ્‍યક્ષ મુકેશભાઈ સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘના અધ્‍યક્ષ જયંતિભાઈ પાનસુરીયા, રામાણી નગરના રહિશો, નગરપાલિકાના સદસ્‍યો, સંગઠનના પદાધિકારીઓ અને સરદાર પટેલ ગ્રુપના સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:50 am IST)