સાવરકુંડલાના ધજડી ગામે જાહેરમાં જુગારઃ ૪ ઝડપાયા
અમરેલી,તા. ૧૭: સાવરકુંડલા રૂબરલ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ધજડી ગામે સાકરપરા રોડ ઉપર આવેલ પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા (૧) નાગરાજભાઇ પ્રતાપભાઇ ખુમાણ (ઉવ.૨૭) ધંધો.ખેતી રહે. ધજડી પ્લોટ વિસ્તાર. (૨) અલ્પેશ ધનજીભાઇ ધડુક (ઉવ.૩૪) ધંધો.હીરાકામ રહે.ધજડી, ધાર પાછળ, (૩)સુખાભાઇ રામજીભાઇ મોલાડીયા (ઉવ.૨૮) ધંધો ખેતમજુરી રહે. મિતીયાળા હાલ રહે. ધજડી (૪) વિજયભાઇ રાવતભાઇ વાળા (ઉવ.૨૮) ધંધો ખેતી રહે. ધજડીને રોકડ રૂા. ૭૫૦ તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ. રૂા. ૦૦ મળી કુલ કિં રૂા. ૫૭૫૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરી વાય.પી.ગોહિલ પો.સબ.ઇન્સ.ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના એએસઆઇ મનસુખભાઇ કાનજીભાઇ તથા હેડ કોન્સ. યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા કોન્સ. જયપાલસિંહ લખુભા,પ્રભાતસિંહ માનસિંહ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.