સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

રાણસીકીમાં ત્રિવિધ મહોત્‍સવ : અગ્રણી વડિલોનું સન્‍માન

સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી : પૂર્વ સરપંચો, વૃક્ષપ્રેમીઓ, વડિલો, ફૌજી જવાનો, પોલીસ અધિકારીઓ - કર્મચારીઓનું વતનમાં સન્માન

રાજકોટ તા.૧૬ : ગોંડલ તાલુકાના નાના એવા ગામ રાણસીકી ખાતે ૧૫ મી ઓગસ્‍ટ સ્‍વાતંત્ર્ય પર્વᅠ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા' અભિયાન સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ધ્‍વજવંદન બાદ ફૌજી જવાનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પૂર્વ સરપંચો, વૃક્ષપ્રેમીઓ, વડીલોનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. રાણસીકી ગામની પ્રાથમિક શાળામાં ૭૫ મા સ્‍વાતંત્ર્યᅠ દિન નિમિત્તે રાણસીકી ગામમાં સરપંચ તરીકે સેવા આપનાર સરપંચોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
જેમાં દુર્લભજીભાઈ દામજીભાઈ દવે, નરશીભાઈ આંબાભાઈ ઉંધાડ,ઉકાભાઇ રામભાઈ કાનેડકટ, ગોવિંદજીભાઈ દામજીભાઈ દવે, ગોવિંદભાઈ ભગવાનભાઈ પાનસુરીયા, અરજણભાઈ લખમણભાઇ પટોળીયા, રવજીભાઈ માવજીભાઈ કાછડીયા, વિઠ્ઠલભાઈ રણછોડભાઈ ઉંધાડ, શીવાભાઈ પોપટભાઈ આસોદરીયા, જગદીશભાઈ વલ્લભભાઈ કાછડીયા, ભોવાનભાઈ નાનજીભાઈ સાવલિયા, ભીખુભાઈ હરજીભાઈ કાછડીયા, દિલીપભાઈ દેવજીભાઈ ઉંધાડ, ઘનશ્‍યામભાઈ જેરામભાઈ કાછડીયા, વસંતબેન ઘનશ્‍યામભાઈ કાછડીયા, કિશોરભાઈ ભનુભાઈ ઉંધાડ, નિર્મળાબેન જેરામભાઈ કાછડીયાનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.ᅠ
જયારે રાણસીકી ગામની સ્‍મશાન ભૂમિમાં વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી ક્રાંતિનું સર્જન કરનાર સ્‍વ. બાલુભાઈ મોહનભાઈ કાછડીયા, સ્‍વ મણીલાલ વેલજીભાઈ ભટ્ટ અને દુર્લભભાઈ નારણભાઈ કારેલીયાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
જેમાં સ્‍વ. બાલુભાઈ મોહનભાઈ કાછડીયાનું સન્‍માન તેમના પુત્ર જગદીશભાઈ કાછડીયા એ સ્‍વીકાર્યું હતું જયારે સ્‍વ. મણીલાલ વેલજીભાઈ ભટ્ટ નું સન્‍માન તેમના ધર્મપત્‍ની અને સનાળી પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા રંજનબેન મણીલાલ ભટ્ટ તથા તેમના પુત્રો જયેશ અને તુષાર ભટ્ટે સ્‍વીકાર્યું હતું.
આ ઉપરાંત વડીલ વંદના કાર્યક્રમમાં વયો વૃદ્ધ રવજીભાઈ રણછોડભાઈ કાછડીયા તથા દિવાળીબા મોહનભાઈ ભંડેરીનું સન્‍માન કરાયું હતું.
જયારે દેશની સેવા માટે કાર્યરત ફૌજી જવાનોના સન્‍માન કાર્યક્રમમાં બલરામભાઈ બાબુભાઈ પટોળીયા, સંજયભાઈ બાબુભાઈ પટોળીયા, હાર્દિકભાઈ વિઠ્ઠલભાઈ પટોળીયા, અમિતભાઈ બાવચંદભાઈ કાછડીયા, સંજયભાઈ સુરેશભાઈ દેવમોરારીનુ મોમેન્‍ટો આપીને સન્‍માન કરાયું હતું.ᅠપોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સન્‍માન કાર્યક્રમમાં દેહાભાઈ રાવતભાઇ બોરીચા, મણીલાલભાઈ રામજીભાઈ દવે, અંકિતભાઈ દાનાભાઈ કહોરનું સન્‍માન કરાયું હતું.
કથાકાર શાષાી કૌશિકભાઈ ભટ્ટ, ઘનશ્‍યામભાઈ કાછડીયા, ત્રંબકભાઈ દવે, ભોવાનભાઈ સાવલિયા, અરજણભાઈ ગજેરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ગ્રામજનો મોટી સંખ્‍યામાં સ્‍વાતંત્ર્ય પર્વમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાણસીકી પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ કથીરિયા, અતુલભાઇ જાગાણી, જીજ્ઞાબેન વરાખરા, પ્રીતિબેન ભદ્રેશા, દીપ્તિબેન મકવાણા સહિતનાએ ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સનાળી પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અરજણભાઈ ગજેરાએ કર્યું હતું.

ત્રણેય વૃક્ષપ્રેમીઓની અદભુત સેવા : સ્‍વ. મણીભાઈ ભટ્ટ કેરબામાં પાણી ભરીને વૃક્ષોને પીવડાવવા જતા
રાજકોટ તા.૧૬ : સ્‍વાતંત્ર્ય પર્વમાં વૃક્ષ પ્રેમીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ વૃક્ષ પ્રેમીઓએ સ્‍મશાનની પથરાળ જમીનમાં ખૂબ જ ભોગ આપીને ઊંડા ખાડા ખોદીને વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષ મોટા થાય ત્‍યાં સુધી સતત માવજત કરી હતી હાલમાં સ્‍મશાનમાં ઘટાટોપ વૃક્ષો સૌને છાયો આપી રહ્યા છે. રાણસીકી ગામના સરપંચોએ પણ સ્‍મશાનની ભૂમિમાં વૃક્ષોની વાવેતર થાય તે માટે ખૂબ જ સહયોગ આપ્‍યો છે સ્‍મશાનમાં જવા માટે લોકો ભય અનુભવતા હતા ત્‍યારે આ ત્રણેય વૃક્ષ પ્રેમીઓ સ્‍વ. બાલુભાઈ મોહનભાઈ કાછડીયા, સ્‍વ. મણીલાલ વેલજીભાઈ ભટ્ટ અને દુર્લભભાઈ નારણભાઈ કારેલીયા દિવસ -ᅠ રાત મહેનત કરતા હતા અને વૃક્ષોને પથરાળ જમીનમાં પણ ઉગાડીને હરિયાળી ક્રાંતિ લાવ્‍યા છે.
સ્‍વ. મણિલાલ વેલજીભાઈ ભટ્ટ સનાળી ખાતે બ્રાન્‍ચ પોસ્‍ટ માસ્‍તર તરીકે ફરજ બજાવતા હતા તેમનો ઓફિસનો સમય પૂર્ણ કર્યા બાદ તેઓ સતત વૃક્ષોની માવજતમાં કાર્યરત રહેતા હતા રાણસીકીની સ્‍મશાનની ભૂમિમાં વૃક્ષોનું વાવેતર કર્યા બાદ દેરડી રોડ ઉપર આવેલ હનુમાનજીની જગ્‍યા ખાતે પણ એક વડલો વાવ્‍યો હતો. જે આજે ઘટાટોપ બની ગયો છે. આ વૃક્ષને વાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. ઘરેથી પાણીના કેરબા ભરીને પોતાના નાના સ્‍કૂટરમાં અથવા તો દેરડી જતી રીક્ષાઓમાં તેઓ પાણી ભરીને જતા અને વૃક્ષોને પાણી આપતા હતા. ત્રણેય વૃક્ષ પ્રેમીઓ નિસ્‍વાર્થ ભાવે પોતાના કાર્યમાં સતત વ્‍યસ્‍ત રહેતા હતા

 

(10:46 am IST)