સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

દુબઇથી યમન જતાં કચ્‍છના વહાણમાં મધદરિયે આગ : જહાજના ૧૫ ખલાસીઓ દરિયામાં કુદી પડતાં જીવ બચ્‍યો

કુદેલા ખલાસીઓને અન્‍ય કાર્ગો શીપે બચાવ્‍યા : કચ્‍છના સલાયા (માંડવી)ના વહાણ ‘અલ આલમ'માં મધદરિયે આગ લાગી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : દુબઈથી માલ ભરીને યમન જઈ રહેલા કચ્‍છના સલાયા (માંડવી) ના વહાણ ‘અલ આલમ'માં મધદરિયે આગ લાગી હતી. આગનો આ બનાવ મચ્‍છીરા ટાપુ પાસે બન્‍યો હોવાનું કચ્‍છ વહાણવટી એસોસીયેશનના પ્રમુખ હાજી આદમ સિદ્દીક થૈમે જણાવ્‍યું હતું.

જોકે, આગના બનાવ સમયે વહાણના કેપ્‍ટન નૌશાદ જુસબે સમયસૂચકતા દાખવી અન્‍ય ખલાસીઓને દરિયામાં કૂદી પડવા કહ્યું હતું. પરિણામે કેપ્‍ટન સહિત તમામ ખલાસીઓ બચી ગયા હતા. તેમને અન્‍ય કાર્ગો શિપે આશરો આપ્‍યો હતો.

માંડવી સલાયાના સાલેમોહમ્‍મદ અને ઇબ્રાહિમ સમેજા એ બન્ને ભાઈઓની માલિકીનું આ વહાણ દુબઈથી ૧૦૦૦ ટન માલ ભરીને યમન જઈ રહ્યું હતું ત્‍યારે વહાણમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી.

(10:32 am IST)