સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

ખીરસરા તાલુકા શાળામાં ૧૫ ઓગષ્‍ટની ઉજવણી

ખીરસરાઃ ૧૫મી ઓગસ્‍ટ સ્‍વતંત્રતા દિવસની ઉજવણી ખીરસરા તાલુકા શાળામાં કરવામાં આવેલ રાજકોટ જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઇ સાગઠીયા હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ. તેમજ ખીરસરા ગામના સરપંચ મુકેશભાઇ મકવાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઇ સાગઠીયા, મનજીભાઇ સાગઠીયા નોટરી પરસોતમ વાગડીયા ગ્રામ પંચાયત સભ્‍ય કમલેશભાઇ વાગડિયા, વિશાલ વાગડીયા, ગેલાભાઇ સાગઠીયા, ભાવેશભાઇ વાગડીયા ખીરસરા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ફાર્મા સિસ્‍ટ જે.ડી.નિમાવત શાળાનો શિક્ષણ ગણ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેલ તેમજ એક થી ત્રણ નંબર વાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા. (તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:45 am IST)