સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

ચિતલ સમસ્‍ત સગર સમાજ દ્વારા ભગીરથ જન્‍મજયંતિની ઉજવણી

ચિતલઃ જશવંતગઢ સમસ્‍ત ગુર્જર સગર જ્ઞાતિ દ્વારા ૩૪ મી ભગીરથ જન્‍મ જયંતિની ભવ્‍ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામા આવી. તેમજ સગર સમાજ ખાતે ભોજન પ્રસાદ લઈ દર્શનનો લાભ લીધો. આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ચિતલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ, રઘુવીરસિંહ સરવૈયા સહિતના આગેવાનોએ શોભાયાત્રાનો લાભ લીધો. તેમજ સગર સમાજના અગ્રણી જિલ્લા પંચાયત સભ્‍ય સુરેશભાઈ પાથર, ચિતલ ગ્રામ પંચાયત સરપંચ નિતાબેન પાથર તેમજ સગર સમાજના આગેવાન કનુભાઈ ગોહિલ, ઝવેરભાઈ કણક, ખીમજીભાઈ પાથર, હર્ષદભાઈ ભેસાણીયા, રાજુભાઈ વાળા, અશ્વિનભાઈ લાખાણી, પરબતભાઈ પાથર, સુરેશભાઈ ભેસાણીયા તેમજ સમસ્‍ત સમાજ દ્વારા સુંદર આયોજન કરવામા આવ્‍યું હતું. (તસ્‍વીરઃ અહેવાલ : હર્ષદ ત્રિવેદી-ચિતલ)

(10:19 am IST)