સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th August 2021

પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ ના અધ્યક્ષ તરીકે ભોઈ સમાજના અગ્રણી હરીશભાઈ મજીઠીયા ની વરણી

પોરબંદર ને જાગૃતિ - ગતિશીલ નેતૃત્વ આપવાનો હરીશભાઈ નું વચન

પોરબંદર :  ગુજરાત રાજયના કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ રૂત્વિકભાઈ મકવાણા તથા અખીલ ભારતીય કોંગ્રસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈના આદેશ મુજબ ભોઈ સમાજના મુખ્ય આગેવાન, સમાજ સેવી શ્રી હરીશભાઈ મજીઠીયાની પોરબંદર શહેર કોંગ્રસ સેવાદળના અધ્યક્ષે તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. હરીશભાઈ કાયેસુઝ, આગેવાની અને મહેનતશીલ હોવાને લીધે પુર્વે પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા ગુજરાત કોંગ્રેસ સેવાદળના ઉપ પ્રમૃખશ્રી નેભાભાઈ કડેગીયાએ પણ ખુબ પ્રભાવિત હતા. જેથી તમામ કોંગ્રેસ પરીવાર હરીશભાઈ મજીઠીયાનું નામ જાહેર થતા અભિનંદનની વર્ષૉ કરી છે અને તમામ કોંગ્રેસ પરીવાર ખુબ આનંદની લાગણી અનુભવે છે.

કોંગ્રેસ સેવાદળએ સૌથી 'જુનુ સંગઠન ગણાય અંગ્રેજ સરકાર જેનાથી ધ્રુજતી એ આજ સગઠન ગણાય છે. સ્થાપના ૧૮/૧ર/૧૯૨૩ના રોજ ડો.હાડોંકર દ્વારા કરવામાં આવેલ ઉપરાંત જુના મોટા ભાગના આગેવાનો કોંગ્રેસ આગેવાનો સેવાદળની તાલીમ માંથી પસાર થયેલા હોય છે. આ તાલીમ તબ્બકાવાર થતી હોય છે. જેમાં વિશારદ, મહા વિરાશદ સુધીની તાલીમ આવે છે. સેવાદળએ કોંગ્રેસનું ફન્ટલ ઓગ્રેનાઈઝેશન ગણાય છે. જેમાં કેડર બેઈઝ હોય છે. સેવાદળની તાલીમ ખુબ અગત્યની હોય છે. અને તાલીમને અનુરૂપ કામગીરી થતી હોય છે. જેમાં રાષ્ટ્રનિમાણૅ , જનકલ્યાણ , નેતુત્વ વિકાસ , સામાજીક ન્યાય અને પયૉવરણ જેવા મુદાઓને આવરી લેવામાં આવે છે. જે સમાજ માટે હકારાત્મ વાતારવણ ઉભુ કરે છે ઉપરાંત સારા નાગરીત્વનું ધડતર કરે છે.  પોતાની સેવાદળના અધ્યક્ષ જેવા મહત્વના હોદા પર થયેલ નિમણુંકનો પ્રતિભાવ આપતાં હરીશ મજીઠીયાએ જણાવ્યું હતું કે હું વર્ષોથી કોંગ્રેસ પક્ષના શિસ્તબધ્ધ સૈનિક અને સામાજીક કાયેંકર તરીકે કામ કરી રહયો હતો. હવે હું સેવાદળના અત્યારના દેશ સમક્ષના મોટા પડકારો અશિક્ષા , ગરીબી , બેરોજગારી અને મૉધવારી જેવા પ્રાણ પ્રશ્નો સામે લડવા માટે તાલીમબધ્ધ કેડર તેયાર કરીને પોરબંદરને મજબુત તાલીમબધ્ધ અને જાગુત નેતૃત્વ આપવાનો પ્રયાસ કરીશ.

 

હરીશભાઈ મજીઠિયાની પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે નિમણુંક કરાતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જનભાઈ મોઢવાડીયા કોંગ્રેસના વરીષ્ઠ અગ્રણીઓ સર્વશ્રી સામતભાઈ ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડીયા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, શહેર કોંગ્રેસના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર, પોરબંદર જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના પ્રમુખ વિજયભાઈ બાપોદરા, પોરબંદર જિલ્લા એન,એસ.યુ.આઈના પ્રમુખ કિશન રાઠોડ , પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર સહિત કોંગ્રેરા અગ્રણિઓ અને કાર્યકરોએ નિમણુંકને વધાવી અભિનંદન પાઠવ્યાં હતાં,

(9:09 pm IST)