સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th August 2021

વાંકાનેરમાં પોલીસ મથકના હત્યાના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો આરોપીને એસ ઓ જીની ટીમે ઝડપી લીધો.

મોરબી : વાંકાનેર સીટી પોલીસ મથકના હત્યના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વાકાનેર આવ્યો હોવાની બાતમીના આધારે sog ટીમે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પી. આઈ. જે. એમ .આલ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન શેખાભાઇ મોરી ,ભાવેશભાઇ મિયાત્રા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશના હત્યાના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી શીવાભાઇ કાનજીભાઇ ભાટી ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.વીસીપરા ધમલપુર તા.વાંકાનેર જી.મોરબી હાલ રહે. ધરાનગર જુનાગઢ વાળો વાંકાનેરના ચંદ્રપુર ગામના નાલા પાસેથી મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલ તેમજ તેની ટીમન રસિકભાઇ કડિવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર ,સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, ડ્રાઇવર સંદિપભાઇ માવલા તથા WLR પ્રિયંકાબેન પૈજા જોડાયા હતા.

(1:44 pm IST)