સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

માળીયા: હેકરે યુવતીનું ફેક આઈડી બનાવી અશ્લીલ વીડીયો મોકલ્યા :ફરિયાદ દાખલ

સ્ટોરી મેંશન કરી મેસેજમા બિભત્સ ગાળો આપી તેમજ અશ્લીલ વીડીયો મોકલી હેરાન કરતા પોલીસ ફરિયાદ

સોશિયલ મીડિયા પર મહિલા, યુવતીઓ સામે ચેટ, મેસેજ, કોલ સહિતની પજવણી અંગેના બનાવી રોજિંદા બની ગયા હોય તેમ અવાર નવાર સામે આવે છે તેવા સંજોગો વચ્ચે માળીયામાં યુવતીનું ફેક આઈડી બનાવી અશ્લીલ વીડીયો મોકલ્યાની ફરિયાદ માળીયા પોલીસમાં દાખલ થઈ છે.
આ મુદ્દે ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડીમા કોઇ અજાણ્યા આરોપીએ LODE_LAG_GAY_2022 નામની ફેક આઇ.ડી બનાવી સ્ટોરી મેંશન કરી મેસેજમા બિભત્સ ગાળો આપી તેમજ અશ્લીલ વીડીયો ઇન્સ્ટાગ્રામમા મોકલી તેમજ સોસીયલ મીડીયા દ્વારા હેરાન પરેશાન કરે છે.
આ અંગે માળીયા પોલીસે ઇ.પી.કો. કલમ ૩૫૪(ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:26 pm IST)