સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

મોરબીમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી થયાની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ

મોરબીમાં વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી માટે વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને પકડેલા છે જેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીઓને પકડવામાં આવેલ છે જેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ કરેલ છે

મોરબીના આલાપ રોડ ઉપર શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, વૃદ્ધને વજેપર ગામની જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી ભગવાનજીભાઇ દેત્રોજાની સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરી હતી આ ગુનામાં પોલીસે અગાઉ પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ, હરેશ ઉર્ફે કોના નારણ જાકાસણીયા, અશોક દામજી કાસુન્દ્રા અને અંબારામ ડાયા બાવરવાની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં પોલીસે હાલમાં પોલીસે ફરિયાદીની મિટિંગ કરાવનાર ચુનીલાલ મકનભાઇ સતવારા રહે. મહાવીરનગર, મોરબી અને સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ રહે. મઘરની વાડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે

 

(9:33 pm IST)