સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

ભાવનગરમાં ગરમી ગાયબ :મહત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટી 36.8 ડિગ્રી

ગરમીમાં મોટો ઘટાડો થતા ભાવનગરવાસીઓએ હાશકારો અનુભવ્યો

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમીમાં એકાએક ઘટાડો થવા પામ્યો છે . મહત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટતા આજે ભાવનગરવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મેળવયો હોય તેવો અનુભવ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી આસપાસ રહેતા લોકો કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયા હતા ત્યારે આજે ગરમીમાં મોટો ઘટાડો થતા ભાવનગરવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો .આજે મંગળવારે   ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા અને પવનની ઝડપ 36 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

 

(7:57 pm IST)