સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જુનાગઢ પાસે મોટર સાયકલ ડિવાઇડર સાથે અથડાતા માતાની નજરે સામે પુત્રનું મોત

અકસ્‍માતમાં મહિલાને પણ ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭:  જુનાગઢ પાસે મોટર સાયકલ ડિવાઇડર સાથે અથડાતા માતાની નજર સામે પુત્રનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જુનાગઢ તાલુકાના ચોકી સોરઠ ગામો ર૦ વર્ષીય યુવાન કેવીન નંદલાલભાઇ ડોબરીયા તા. ૧પ ની રાત્રે તેની માતા શિલ્‍પાબેનને જી.જે. ૧૧ એ.પી. ૭૧૬૦ નંબરના મોટર સાયકલ પર પોતાની પાછળ બેસાડીને રહ્યો હતો.

ત્‍યારે ચોકી-જુનાગઢ વચ્‍ચે હાઇવે ઉપર કેવીને તેનું બાઇક ઓવર સ્‍પીડમાં હંકારતા મોટર સાયકલ ડિવાઇડર સાથે અથડાયું હતું.

આ સાથે બાઇક ઢસડાતા કેવીનનું માથાના ભાગે તેમજ જમણા હાથ અને હોઠના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ નિપજયું હતું.

આમ માતાની નજર સામે જ યુવાન પુત્રનું મોત થવાથી નાના એવા ચોકી ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

વિશેષ તપાસ તાલુકા પી.એસ.આઇ. એમ.આર. ડવ ચલાવી રહ્યા છે.

(1:42 pm IST)