સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

મોરબીમાં ૩ ફલેટમાં ખોટુ સોદાખત કરી લાખોની છેતરપીંડી : રાજેશ સનીયારા સામે ગુન્‍હો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭ : મોરબીના લાતીપ્‍લોટમાં આવેલા ૩ ફ્‌લેટમાં ખોટું સોદાખત કરી લાખોની છેતરપીંડી થયાની ફરિયાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં દાખલ થઈ છે. 

ફરિયાદી ધીરજલાલ વરમોરાએ જણાવ્‍યા અનુસાર આરોપી રાજેશેએ ધીરજલાલને તથા સાહેદને કન્‍યા છાત્રાલય રોડ ઉપર આવેલ પોતની સાઇડ માધાપર સર્વે નં.૧૨૫૯(જુના સર્વે નં.૪૦૪) વાળી જગ્‍યાએ સાત માળની બીલ્‍ડીંગનું કામકાજ ચાલુ હતુ તેમાથી સાતમા માળે આવેલ ફલેટ ૭૦૧ અને ફ્‌લેટ નં.૭૦૨ ના રૂપીયા ૫૪,૦૦,૦૦૦/-  આપવાનો વિશ્વાસ આપીને ધીરજલાલને તથા સાહેદ પાસેથી ટુકડે ટુકડે રૂપીયા ૪૫,૫૦,૦૦૦/- લઇ સોદાખત કરી આપી તેમજ સાહેદ મગનભાઇ લક્ષ્મણભાઇ મેરજાને ફલેટ નં-૨૦૧ નો રૂપિયા ૩૫,૦૦૦૦/- માં નક્કી કરી જે પૈકી રૂપિયા ૧૫,૦૧૦૦૦/-કટકે કટકે મેળવી વિશ્વાસમાં રાખી આ ત્રણેય ફલેટ અન્‍ય વ્‍યક્‍તિને ફલેટવાળી જગ્‍યાનો દસ્‍તાવેજ કરી આપી ધીરજલાલને તથા સાહેદને તેઓના રૂપીયા તથા ફલેટ નહિ આરોપીએ ફરી તથા સાહેદ સાથે વિશ્વાસ ધાત તેમજ છેતરપીંડી કરી છે.

હાલ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:58 pm IST)