સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જામનગરમાં સમાધાન કરવા જતા તલવારથી હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગર : સીટી એ પોલીસ સ્‍ટેશનમાં આસીફભાઈ અબ્‍બાસભાઈ ખફી, ઉ.વ.ર૭, રે. સુમરાચાલી, સાગરપાન ડીપાની પાસે, ન્‍યુ પટેલ કોલોની પાસે, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના ફરીયાદી આસીફભાઈના ભત્રીજા સાહીલ સાથે થયેલ રકઝકના મનદુઃખનો ખાર રાખી આરોપી નાવીદ અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી એ ગઈ તા.૧૬-પ-ર૦રરના ટાઉનહોલ ખાતે રીસેપ્‍શનમાં સાહેદ ઈમરાનભાઈને કુરશીને બે ઠોસા મારતા ફરીયાદી આસીફભાઈ તથા સાહેદ તથા ફરીયાદી આસીફભાઈનો ભત્રીજો સાહિલ આરોપી નાવીદના ઘરે સમજાવવા તથા સમાધાન કરવા જતા આરોપીઓ અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી, શકીનાબેન અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી, નાવીદ અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી, રે. જામનગરવાળા ઉશ્‍કેરાઈ જઈ આરોપી નાવીદએ સાહેદના માથામા ડાબા ભાગે તલવારના ઘા મારેલ તથા ફરીયાદી આસીફભાઈને પણ વાસાના ભાગે બે ઘા કરેલ તથા આરોપી અબ્‍બાસભાઈ મુસાભાઈ ખફી એ પોતાની પાસે રહેલ છરી વડે સાહેદની ડોકની જમણી બાજુ છરકો તથા ડાબા ખભા પાસે પાછળના ભાગે છરીનો ઘા મારેલ તેમજ આરોપી નાવીદ અબ્‍બાસભાઈ એ ધોકા વડે ફરીયાદી આસીફભાઈને કમરમાં જમણી તરફ તથા સાહેદને માથાના ભાગે ઘા કરી તથા ફરીયાદી આસીફભાઈને તથા સાહેદને ગંભીર મુંઢ ઈજાઓ કરી જેમ ફાવે તેમ ગાળો બોલી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 યુવાને ઝેર દવા પી લેતા મોત

અહીં બેડેશ્‍વર, વૈશાલીનગર શેરી નં.ર, ધર નં.રપ, જામનગરમાં રહેતા નિલેશભાઈ ચેતનભાઈ બોખાણી, ઉ.વ.ર૭ એ સીટી બી ડિવઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-પ-ર૦રરના આ કામે મરણજનાર અશ્વિન ચેતનભાઈ બોખાણી, ઉ.વ.રપ, રે. વૈશાલીનગર શેરી નં.-ર, ઘર નં.રપ, જામનગરવાળા પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવારમાં જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં આવતા મરણ થયેલ છે.

શોર્ટ લાગતા આઘેડનું મોત

જામનગર જિલ્લાના ખીમરાણા ગામે રહેતા મજબુતસિંહ લઘુભા જાડેજા, ઉ.વ.પ૦ એ જાહેર કરેલ છે કે, તા.૧પ-પ-ર૦રરના આ કામે મરણજનાર કિરીટસિંહ લઘુભા જાડેજા, ઉ.વ.૬ર, રે. ખીમરાણા ગામ વાળા પોતાના ઘરે પોતાના ફળીયામાં ઈલેકટ્રીક પાણીની મોટરમાં છેડા દેતા હોય ત્‍યારે તેમને અચાનક શોર્ટ લાગતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં બેભાન અવસ્‍થામાં લઈ જતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(1:40 pm IST)