સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

બોર્ડના નામથી પરિણામની ખોટી જાહેરાત અંગે સાયબર ક્રાઇમમાં ફરીયાદ

બોર્ડના લોગો સહી સાથે ખોટી અફવા ફેલાવેલી

ખંભાળીયા તા. ૧૭ :.. ગુજરાત માધ્‍યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના લોગો અને સચિવની સહી સાથે ૧૭-પ-રર ના ધો. ૧૦-૧ર નું બોર્ડ પરિણામ જાહેર થશે તેવા સોશ્‍યલ મિડીયામાં ફરતા મેસેજ અંગે આખરે બોર્ડના સચિવ ડી. એસ. પટેલ દ્વારા આવું કંઇ નથી ની સ્‍પષ્‍ટતા કરી ને સાયબર ક્રાઇમમાં ફરીયાદ પણ કરાઇ છે.

હાલ નવી જાણકારી મળે તો સોશ્‍યલ મિડીયામાં વ્‍યાપક થતી હોય આ ખોટો મેસેજ ખુબ જ વાયરલ થયેલો જયારે ખરેખર ૧૭-પ ના કોઇ જ પરિણામ ના હોય વાયરલ મેસેજની વાલીઓ તથા વિદ્યાર્થીઓ ભારે ધંધે લાગ્‍યા હતાં. છેવટે પોલીસ ફરીયાદ થઇ. અગાઉ પણ આવુ થતાં પોલીસ ફરીયાદ થયેલી જેમાં આવું કૃત્‍ય કરનાર પણ પકડાયો હતો. 

(1:38 pm IST)