સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જામનગર જીલ્લામાં દારૂના દરોડાઃ ૭ ઝડપાયાઃ એક ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગર જીલ્લામાં જુગારના દરોડા પાડીને ૭ને ઝડપી લીધા છે જયારે એક ફરાર થઇ ગયો હતો.

ઉદ્યોગનગર

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના સાંઢીયા પુલ પાસે, ઉદ્યોગનગરમાં વિશ્‍વનાથ ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસે, જામનગરમાં આરોપી ભરત વિરજીભાઈ પેઢડીયા, રે. જામનગરવાળા એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

યશ માર્કેટ

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના દાવલશાપીરની દરગાહ સામે, યશ માર્કેટ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે,જામનગરમાં આરોપી  ધર્મેન્‍દ્રભાઈ છગનભાઈ ચૌહાણ, રે. જામનગરવાળાો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક ફલેટમાં વિદેશી દારૂના ચપટા નંગ-૮, કિંમત રૂ.૮૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના ધ્રાફા ફાટક કષ્‍ટભંજન મંદિર પાસે આરોપી જીગરભાઈ ગીરધરભાઈ રાઠોડ, રે. જામજોધપુરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ટ્રાવેલ્‍સ રોડ

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સી.એમ.કાટેલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના વોરાના હજીરાથી પટેલ ટ્રાવેલ્‍સ જતા રોડ પર જામનગરમાં આરોપી મહમદફૈઝલ ફારૂકભાઈ મતવા, ફૈઝલ અબ્‍દુલભાઈ આમરોણીયા, સબીર હનીફભાઈ દેશા, રે. જામનગર વળા અગાઉથી કાતવરુ રચી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જાની ઈકો કાર નં. જી.જે.-૧૦-ટી.એકસ-૧૭૩ર માં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૧ર૬, કિંમત ૬૩,૦૦૦/- તથા દારૂની હેરાફેરી કરેલ તથા મોબાઈલ ફોન નંગ-ર, કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.ર,ર૩,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી યુનુસ ઉર્ફે મુનો રાવકડા, રે. જામજોધપુરવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાનથી મારી નાખવાની ધમકી

સિકકા પોલીસ સ્‍ટેશનમાં પ્રવિણસિંહ મનુભા જાડેજા, ઉ.વ.૩૩, રે. ચેલાગામ વાળા એ ફરીયાદ નોંધાવી કે, તા.૧૬-પ-ર૦રરના સિકકા પંચવટી કોલોનીમાં આરોપીઓ ખુમાનસિંહ પ્રતાપસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ ઉર્ફે કાનો નટુભા કંચવા એ ફરીયાદી પ્રવિણસિંહ સાથે જૂની અદાવતનું મનદુઃખ ખાર રાખી ફરીયાદી પ્રવિણસિંહને ફોન કરી ભુંડીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

ખરેડી

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પુષ્‍પરાજસિંહ અશોકસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-પ-ર૦રરના ખરેડી ગામ આવેલ જાગતાપીરની દરગાહ પાસે, આરોપી જેન્‍તીભાઈ દલસીંગ પચાયા એ ગેરકાયેદસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.ર૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મિલ્‍કત વિરૂઘ્‍ધના ઈરાદે શંકાસ્‍પદ હાલતમાં ઝડપાયો

મેઘપર પડાણા પોલીસ સ્‍ટેશનમાં લક્ષ્મણભાઈ મંગાભાઈ સરસીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-પ-ર૦રરના પડાણા પાટીયા શીવપરા વિસ્‍તારમાં આરોપી સુનીલ રમેશભાઈ અજનાર, રે. વસઈ ગામવાળો રાત્રીના લોકોના રહેણાક મકાનના ફળીયામાં શંકાસ્‍પદ હાલતમાં કોઈ મિલ્‍કત વિરૂઘ્‍ધ ગુનો કરવાના ઈરાદે ભટકાતો રખડતો ઝડપાઈ ગયેલ છે.

(1:34 pm IST)